________________
શ્રમણ ધર્મ
આ અતિચારનું (નો ને વસિમો. ઇત્યાદિ) સૂત્ર પ્રતિક્રમણના વિધિમાં અહીં સુધી ત્રણ વાર બોલાય છે. તેમાં પ્રથમ ‘અરેમિ ભંતે.' બોલ્યા પછી અતિચારોના સ્મરણ માટે, બીજીવાર ગુરુવંદન (વાંદણા) પછી ગુરુને અતિચારોનું નિવેદન કરવા માટે, અહીં ત્રીજીવાર પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) માટે અને ચોથી વખત બોલાશે તે અતિચારોની રહી ગયેલી અશુદ્ધિની વિશેષશુદ્ધિ માટે સમજવું. એમ આ સૂત્ર બોલવામાં ભિન્ન-ભિન્ન ઉદ્દેશ હોવાથી પુનરુક્તિ દોષ નથી.
આમ ઓઘથી જ અતિચારોને જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું. હવે તે અતિચારોને વિભાગવાર જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે – તેમાં પણ પ્રથમ ગમનાગમન કરતાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે “રૂછામિ પડિક્ષમાં રૂરિયાવદિયા ' સૂત્ર બોલવું. એની વ્યાખ્યા પ્રથમ ભાગમાં કહી છે તે પ્રમાણે સમજવી.
હવે બાકીના સઘળા અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ પ્રતિક્રમણ સૂત્ર કહેતાં પ્રારંભમાં શયનક્રિયામાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
“इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए णिगामसिज्जाए संथाराउवट्टणा (णया)ए परिअट्टणा(णया)ए आउंटणा (णया)ए पसारणा (णया)ए छप्पईसंघट्टणा(णया)एं कूइए कक्कराइए छीए जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाए सु(सो)अणवत्तिआए इत्थीविप्परिआसिआए दिठ्ठीविप्परिआसिआए मणविप्परिआसिआए पाणभोअणविप्परिआसिआए जो मे देवसिओ રૂબરો વો તસ્સ મિચ્છામિ દુક્કડું !”
વ્યાખ્યા : રૂછમિ પ્રતિક્રમિતુમ્ = પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. કોનું પ્રતિક્રમણ ? તો કહે છે પ્રામા = પ્રકામશયા કરવાથી દિવસ સંબંધી અતિચારોનું. શયન કરવું તે શપ્યા અને પ્રકામશગ્યા એટલે અતિશય સુવું તે. અર્થાત્ ચારે પ્રહર સુઈ રહેવું તે. અથવા શય્યા એટલે સંથારો. પ્રકામશગ્યા એટલે સંથારા-ઉત્તરપટ્ટાથી અધિક ઉપકરણવાળી હોય તે પ્રકામશધ્યા અથવા કપડાની અપેક્ષાએ ત્રણથી વધારે કપડાં વાપરવા તે પ્રકામશા કહેવાય. (ટુંકમાં જિનાજ્ઞાથી વિરુદ્ધ વધારે શયન કરવું કે વધારે ઉપકરણો વાપરવાં તે પ્રકામશપ્યા..) પ્રકામશગ્યાથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય, તે અહીં અતિચાર સમજવો. હવે નિજામશયા = ઉપરોક્ત પ્રકામશપ્યા પ્રતિદિન કરવી, તે નિકામશયા, તેનાથી પણ સ્વાધ્યાય હાનિરૂપ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. સંસ્તાર દૃર્તન (તય) સંથારામાં કૂર્તન = પાસું બદલી બીજા પડખે શયન કરવાથી અને પરિવર્તનથી (ત) = પુન: તે જ