________________
८४
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ _संथाराउट्टण किअ, परिअट्टण किअ, आउंटण किअ, पसारण किअ, छप्पईसंघट्टण किअ, अचख़ुविसय हूओ, संथारापोरिसीतणो विधि भणवो विसार्यो, कडूथलुं अणपूजई हलाव्युं चलाव्युं, सउणइ स्वप्नांतरि दृष्टि विपर्यास मनोविपर्यास संकल्प कुविकल्प स्खलनादिक अतिचार लागा, मात्रउं अविधि परिठविउं, अनेरुं जि कांइ पापः लागुं हुइ ते सवि हुं मन वचन યારું કર મિચ્છા મિ દુક્કડું !”
વ્યાખ્યા : સંથારામાં ૧-ઉદ્વર્તના ( એકવાર પાસે બદલવું તે) કિઅ કરી, ૨)-પરિવના (= પુનઃ મૂળ પાસું બદલવું, તે) કિઅઈંકરી, ૩)-આઉટણ કિઅ=પગ વગેરેનો સંકોચ કર્યો (ટુંકા કર્યા) ૪) પસારણ કિઅ = પગ વગેરે લાંબા કર્યા, ૫) જૂઓનો સંઘટ્ટો કર્યો અને ૬) અંધારામાં માત્ર કર્યું - પરઠવ્યું, એ છ સ્થાને જે સાવદ્ય ક્રિયા કરી, તથા સંથારા પોરિસી ભણાવવી ભૂલી ગયા, કડૂથલું ( તંગારૂં કહેવાય છે તે ?) પૂજ્યા વિના હલાવ્યું-ખસેડ્યું, ઉંઘમાં સ્વપ્ન દ્વારા અનિષ્ટ દર્શન થયું, અનિષ્ટ મન થયું, અર્થાત્ કંઈ ખોટું દર્શન થયું કે દુષ્ટ વિચાર આવ્યો, મૈથુન સંબંધી સંકલ્પ, કુવિકલ્પ થયો કે બ્રહ્મચર્યમાં સ્કૂલના થઈ, ઇત્યાદિ કોઈ અતિચાર લાગ્યો, માત્રુ અવિધિએ પરઠવ્યું, એ ઉપરાંત પણ જે કોઈ પાપ લાગ્યું હોય તે સઘળાં પણ પાપોનો મન-વચન-કાયા દ્વારા મિથ્યાદુકૃત આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ ! (વર્તમાનમાં આ પાઠના સ્થાને બીજો પાઠ સામાચારીથી બોલાય છે.
એ પાઠ કહીને ‘સવ્યસ્ત વિ 31...' ઇત્યાદિ સૂત્ર બોલે, પછી ગુરુ ‘ડિક્ષનરૂ' એમ કહીને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે, શેષવિધિ પ્રથમ ભાગથી જાણી લેવી.
ત્યારબાદ શ્રમણ પ્રતિક્રમણસૂત્ર બોલવું. શુભયોગોમાંથી અશુભયોગોમાં ગયેલા આત્માનું પુનઃ શુભયોગોમાં પાછા ફરવું તેને પ્રતિક્રમણ' કહેવાય છે. તે પ્રતિક્રમણ બે પ્રકારનું છે.એક યાવજીવ સુધીનું અને બીજું અમુકકાલ સુધીનું. તેમાં મહાવ્રતો આદિ ઉચ્ચરવાં તે યાવજ્જવ માટેનું તથા દેવસિક - રાઇ વગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયો (૧) પ્રતિષિદ્ધ કાર્ય કરવું. (૨) કરણીય નહિ કરવું. (૩) જિનવચનમાં અશ્રદ્ધા કરવી, (૪) વિપરીત પ્રરૂપણા કરવી. આ ચાર છે. અર્થાત્ આ ચાર વિષયનું પ્રતિક્રમણ કરવાનું છે.
પ્રતિક્રમણ સૂત્રનો પ્રારંભ કરતાં ‘શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર' અને “કરેમિ ભંતે.” કહેવું તેનો અર્થ પ્રથમ ભાગમાં કહેવાઈ ગયો છે. તે પછી વિનોના નાશ