________________
શ્રમણ ધર્મ
૮૩
“ठाणे गमणे (कमणे) चंकमणे, आउत्ते अणाउत्ते, हरिअकायसंघट्टिय बीअकायसंघट्टिय तसकायसंघट्टिय थावरकायसंघट्टिय छप्पईयसंघट्टिय, ठाणाओ ठाणं संकामिआ, देहरे गोअरचरी (गोचरी), बाहिरभूमिं मारगि (मार्गे) जातां आवतां हरिअकाय बीअकाय नील फूल त्रस थावर जीवतणां संघट्ट परिताप उपद्रव हुआ, माटी तणो खेरो चाप्यो, काचा पाणीतणा छांटा लागा, स्त्री तिर्यंञ्चतणा संघट्ट हुआ, ओघओ मुहपत्ती उस्संघटयां, अणपूजइ हीड्या, ऊघाडे मुखे बोल्या, अनेरुं जि कांइ पाप लागुं हुइ ते सवि हुं मन वचन कायाइं करइ मिच्छा मि दुक्कडं"
વ્યાખ્યા: ઠાણે = કાયોત્સર્ગ વગેરે કરવા માટે ઉભા રહેવામાં, ગમણે = ગોચરી આદિ કારણે જવામાં, ચંકમણે = આમ તેમ પરિભ્રમણ કરવામાં, ઇત્યાદિ પ્રવૃત્તિ આઉત્તે = ઉપયોગ પૂર્વક અને અગાઉ7 = ઉપયોગ વિના કરવાથી, હરિઅ = વનસ્પતિ જીવોને કે તેઓના શરીરોનો, બીઅo = સુકા છતાં સચિત્ત અનાજના દાણા કે બીજા પણ વૃક્ષોના અનેક જાતિના બીજોને, ત્રસ = બેઇન્દ્રિય આદિ જીવોને કે તેઓના શરીરનો, થાવર = સચિત્ત પૃથ્વી આદિના જીવોને કે તેના શરીરરૂપ પૃથ્વી આદિને -એ દરેકને ઉભા રહેતાં, ચાલતાં, ફરતાં, ઉપયોગપૂર્વક કે અનુપયોગપણાથી સંઘટ્ટિય = સ્પર્શ કર્યો તથા. છM = જૂઓનો સંઘટ્ટ થયો JIVITગો avi સંકિગ = એક સ્થાનેથી અન્ય સ્થાને મૂક્યા, જિનમંદિર, આહાર લેવા, બહાર ભૂમિએ, કે અન્ય પ્રયોજને રસ્તે જતાં-આવતાં કોઈ લીલી વનસ્પતિ, સચિત્ત બીજ(દાણા) વગેરે તથા ની= લીલ, ફૂ૦ = પૂષ્પો કે અનંતકાયિક પાંચે વર્ણની ફુગ, ત્રસ અથવા સ્થાવર જીવો, તે દરેકમાં કોઈ એકનો કે અનેકનો ઘણો કે થોડો સંઘટ્ટ (સામાન્ય સ્પર્શ) થયો, તેઓને "પરિતાપ' = સખત પીડા થાય તેવો સંઘટ્ટ કર્યો, ઉપદ્રવ = અત્યંત ત્રાસ આપ્યો, માટીનો ખેરો (પ્રાય: ઢગલો) ચાંપ્યો (પગથી દબાવ્યો કે ઉપર ચાલ્યા), સચિત્ત પાણીના બિંદુઓ શરીરે લાગ્યા, સ્ત્રીનો કે કુતરો-કુતરી આદિ કોઈ લિંગવાળા તિર્યંચનો સ્પર્શ થયો, ઓઘો-મુહપત્તિ શરીરથી ઉલ્લંઘટ્ય-એક હાથ ઉપરાંત દૂર રહ્યા, પૂંજ્યા (ઇર્યાસમિતિના પાલન) વિના ચાલ્યો, મુખે મુહપત્તિ રાખ્યા વિના બોલ્યો, તે સિવાય બીજું પણ જે કાંઈ પાપ લાગ્યું હોય તે સર્વનું પણ મન-વચન-કાયાથી મારે “
મિચ્છામિ દુક્કડ' થાઓ ! અર્થાત્ મારૂં તે તે પાપ મિથ્યા થાઓ. (વર્તમાનમાં આ પાઠના સ્થાને બીજો પાઠ સામાચારીથી કહેવાય છે.)
એ પાઠ બોલીને ગુરુની સમક્ષ અતિચારોની આલોચના કરે. (તેઓને સંભળાવે). ત્યાર પછી વિશેષ શુદ્ધિ માટે ‘સત્રસ્ત વિ ટેસિમ' ઇત્યાદિ સૂત્ર દેવસિક પ્રતિક્રમણ કરતાં કહેવું. (એનો અર્થ પહેલા ભાગમાં જોઈ લેવો) રાઈ પ્રતિક્રમણ અતિચારની આલોચનાનો પાઠ આ પ્રમાણે છે