________________
GO
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
તપાસીને ભિક્ષા લેતાં નહિ દેખેલું અથવા દેખવા છતાં પણ તે વેળાએ ગૃહસ્થ (અધર્મ-પામે વગેરે) ભયથી ન તજી શકાય તેવું કોઈ કાંટો કે મરેલી માંખી (કાંકરો-વાળ-કસ્તર આદિ હોય તો તેને) તજે-પરઠવી દે. જો તે અશન-પાણી જીવયુક્ત હોય તો તેને પરવીને પુન: બીજું લઈ આવે. એમ લાવેલા અશનાદિને શુદ્ધ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. આ વિષયમાં વિશેષ ભાંગાઓ ઓઘનિર્યુક્તિથી જાણી લેવા.
વસતિમાં પ્રવેશ કરતાં પણ પગનું પ્રમાર્જન કરી, ત્રણ વાર નિસીહિ અને બે હાથે અંજલી કરી ગુરુને “નમો ખમાસમણાણ” કહે.) પ્રવેશ કરીને દાંડો તથા (ઝોળી, પડલા, સાથે રાખી હોય તે) ઉપધિને મૂકવાનું સ્થાન શુદ્ધ કરે.
ત્રણ નિહિ અનુક્રમે પ્રથમ બહાર (વરંડા વગેરેના બહાર)ના મુખ્ય દ્વારે, બીજી મધ્યમાં અને ત્રીજી મૂળ ઉપાશ્રયના) બારણે કરે. પગ પ્રમાર્જન ગૃહસ્થો ન જોતાં હોય તો વરંડાની બહાર અને જોતાં હોય તો અંદર આવીને કરે. '
જો માત્રાદિની બાધા હોય તો પડલા સહિત આહારનું પાત્ર અન્ય સાધુને આપીને પહેલાં તે બાધા ટાળે. હવે વસતિમાં આવ્યા પછીનું કર્તવ્ય કહે છે:
વસતિમાં પ્રવેશીને ગુરુની સન્મુખ આલોચના કરે. અર્થાત્ ભિક્ષા લેવામાં લાગેલા અતિચારો યથારૂપે કહે, તે સાપેક્ષ યતિધર્મ છે. તેમાં ક્રમ આ પ્રમાણે છે - વસતિમાં પ્રવેશ્યા પછી આવેલો સાધુ માત્રાની બાધા ટાળીને ભોજનની માંડલી બેસવાની હોય તે ભૂમિ ઉપર જ ઇરિ. પ્રતિક્રમે. તેમાં કાયોત્સર્ગ કરતાં નીચે ઢીંચણથી ચાર આંગળ “ઊંચો અને નાભિથી ચાર આંગળ નીચે રહે તેમ બે બાજુએ કોણીઓથી ચોલપટ્ટાને ધારી રાખે. જો ચોલપટ્ટામાં છિદ્ર હોય તો ત્યાં પડેલાને રાખે. કાયોત્સર્ગમાં “મકાનથી નીકળ્યો ત્યાંથી માંડીને વહોરીને પુનઃ મકાનમાં પ્રવેશ કરવા સુધી જે કોઈ અતિચારો લાગ્યા હોય, તેને ગુરુને જણાવવા માટે મનમાં અવધારણ કરે. કાયોત્સર્ગ પારી ગુરુની સમક્ષ લાગેલા દોષોને પ્રગટ કરે.
ગુરુ જ્યારે ધર્મકથાદિમાં રોકાયેલા ન હોય, શાંત હોય, આલોચના સાંભળવા ઉપયોગવાળા હોય ત્યારે આજ્ઞાપૂર્વક, નાચવું, વાંકા વળવું, અંગો વગેરે જેમ તેમ હલાવવા, ગૃહસ્થની ભાષા, અવ્યક્ત કે મોટા અવાજે બોલવું વંગેરે કુચેષ્ટાઓ તજીને સુવિદિતસાધુ, વહોરાવનારનો હાથ, પાત્ર અને તેની વહોરાવવાની પ્રવૃત્તિ, વગેરે કેવું હતું તે સઘળું કહે.