________________
૫૯
શ્રમણ ધર્મ
અને મધ્યમા એ આંગળીથી પકડે, એ રીતે પકડેલી પોટલીના જાડા વસ્ત્રના ટુકડામાંથી નીકળતા લેપના રસથી પાત્રનો લેપ કરે. લીંપવાના એક, બે કે ત્રણ પાત્રોને લીંપીને આંગળીથી ઘસીને કોમળ (સુંવાળાં) કરે, તેમાં પણ એક પાત્રને ખોળામાં મૂકીને બીજાને આંગળીથી ઘસે, એમ વારાફરતી એક કે બે પાત્રાને ખોળામાં મૂકીને એક પાત્રને લઈને ઘસે, પાછું તેને ખોળામાં મૂકીને બીજું ખોળામાંથી લઈ તેને ઘસે, આ રીતે વા૨ા પ્રમાણે બદલીને દરેકને આંગળીથી ઘસતો રહે. લેપ કર્યા બાદ તાપમાં મૂકે. શીતકાળમાં પહેલો અને છેલ્લો પ્રહ૨ સંપૂર્ણ અને ગ્રીષ્મકાળમાં પહેલા પ્રહરનું પૂર્વાર્ધ અને છેલ્લા પહરનું ઉત્તરાદ્ધ, એમ અડધો-અડધો પ્રહ તવો, કારણ કે તે કાળ સ્નિગ્ધ (હવાવાળો) હોવાથી લેપનો નાશ થવાનો ભય રહે, માટે તે સમયે પાત્રાને તાપમાં ન મૂકવાં. વર્ષા તથા કુતરાં વગેરેથી રક્ષણ કરવા માટે સૂકાતા પાત્રને વારંવાર જોતો રહે.
બીજો લેપ ‘તજ્જાત' નામનો છે.. ગૃહસ્થના તેલ ભરવાના કુડલા વગેરે ઉપ૨ની મળીને તજ્જાતલેપ કહેવાય છે. આ લેપથી લીંપેલા પાત્રને ઘુંટાથી ઘસીને (ઘુંટીને) સુંવાળું બનાવી કાંજીથી ધોવું એ તેનો વિધિ છે.
ત્રીજો લેપ ‘યુક્તિજાત' છે: તે લેપ પત્થર વગેરેના કકડાઓનો ચૂરો કરીને તેમાં (રૂ-તેલ વગેરેની) મેળવણી કરીને બનાવેલો હોય છે. આ લેપનો સંનિધિ (સંગ્રહ) કરવો પડતો હોવાથી નિષેધ કરેલો છે.
લેપના ઉત્તમ, મધ્યમ, જઘન્ય એમ ત્રણ પ્રકારો છે. તલના તેલનો ઉત્કૃષ્ટ, અળસીના તેલનો મધ્યમ અને સર્જપના તેલનો બનેલો જઘન્ય જાણવો. ઘી-ગોળ વગેરેથી બનેલા લેપનો નિષેધ કરેલો છે. આ લેપની આ એષણા પાત્રને અંગે જ હોવાથી પાત્ર એષણામાં તેનો સમાવેશ થાય છે.
આ રીતે પિંડ એટલે આહાર, વસતિ, વસ્ત્ર, પાત્ર એ ચારની વિશુદ્ધિ જાણવી. આ ચાર વિશુદ્ધિથી જ સંયમનો નિર્વાહ સાધુ કરી શકે છે, તેમાં દોષ સેવનારો, દીક્ષાનું સાચું પાલન કરી શકતો નથી.
આ રીતે સાધુ પૂર્વે જણાવેલા ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬ અને એષણાના ૧૦ મળી બેંતાલીસ દોષ રહિત પૂર્ણ ભિક્ષા લઈને અને શુદ્ધ કરીને વસતિમાં આવે. તે આવવાનો અને ભિક્ષા શુદ્ધ કરવાનો વિધિ આ પ્રમાણે છે - વસતિ (ઉપાશ્રય) ત૨ફ જતો સાધુ, માર્ગમાં મળે તો કોઈ ખાલી પડેલા ઘરમાં કે દેવમંદિરમાં અને તેવું સ્થાન ન મળે તો ઉપાશ્રયના બારણે આવીને પણ આહાર પાણીને તપાસે.