________________
૫૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરવું, ઇત્યાદિ પ્રયોગો કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા તે મૂલકર્મપિંડ જાણવો.
આ પ્રમાણે સોળ ઉત્પાદનના દોષ જાણવા. આમ ઉપર જણાવેલા ઉદ્ગમ અને ઉત્પાદના રૂપ બત્રીસ દોષોથી રહિત એવા નિર્દોષ આહારાદિને મેળવવા શોધ કરવી તે ગવેષણષણા. હવે ગ્રહણષણાના દસ દોષો જણાવે છે. તે આ પ્રમાણે છે.
(૧) શંકિત : ઉપર કહ્યા તે આધાકર્મ વગેરે કોઈ દોષની ચિત્તમાં શંકા હોય (આ આધાકર્માદિ દોષવાળો પિંડ હશે કે નહિ ? આવી શંકા હોય) તો પણ સાધુ તે આહારાદિ ગ્રહણ કરે તો તે શંકિત દોષવાળો કહેવાય. અહીં જે દોષની શંકા હોય તે દોષ લાગે. ભોજન કરતાં પહેલા જો શંકા ટળી જાય તો નિર્દોષની ખાત્રી હોવાથી શુદ્ધ છે. આ વિષયમાં ચતુર્ભગી પંચવસ્તુથી જાણી લેવી.
(૨) પ્રક્ષિત : સચિત્ત પૃથ્વીકાય-અપુકાય-વનસ્પતિકાયથી કે અચિત્ત છતાં નિંદ્ય એવા દારૂ વગેરેથી ખરડાયેલો આહારાદિ પિંડ પ્રક્ષિત કહેવાય. તેમાં નિંદ્ય પદાર્થથી ખરડાયેલો પિંડ સર્વથા અકથ્ય જાણવો. ઘી-દૂધ વગેરે ખાદ્યપદાર્થોથી ખરડાયેલો હોય તો તેને લાગેલા કીડી આદિ જીવોની જયણાપૂર્વક દૂર કરી દેવાથી કશ્મ પણ બની શકે છે. , અહીં હાથ અને જેના વડે વહોરાવે તે પાત્ર ખરડાવવાના યોગે ચાર ભાંગા થાય છે (૧) હાથ અને પાત્ર બંને ખરડાય, (૨) હાથ ખરડાય-પાત્ર નહિ, (૩) પાત્ર ખરડાય-હાથ નહિ, (૪) બંને ન ખરડાય. આમાં ચોથો ભાંગો શુદ્ધ સમજવો. પ્રથમ ત્રણ ભાંગામાં ખરડાયેલાના કારણે “પુર: કર્મ, પશ્ચાત્ કર્મ વગેરે દોષોની સંભાવના હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં દાન દેતાં પૂર્વે ગૃહસ્થ હાથ-પાત્રને (સચિત્ત વસ્તુથી) સાફ કરે- ધોવે તે પુર: કર્મ અને વહોરાવ્યા બાદ ખરડાયેલા હાથ-પગાદિને ધોઈને સાફ કરે તે પશ્ચાતુકર્મ.
(૩) નિક્ષિપ્ત: સચિત્ત પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ કે ત્રસ જીવો ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય તે “નિક્ષિપ્ત' કહેવાય. કોઈ પદાર્થના આંતરા વિના પૃથ્વી આદિ ઉપર મુકેલું હોય તે અનન્તરનિક્ષિપ્ત અગ્રાહ્ય છે. બીજી વસ્તુના આંતરે મૂકેલું તે પરંપરનિક્ષિપ્ત, તે જો સચિત્તનો સંઘટ્ટો કર્યા વિના લઈ શકાતું હોય તો ગ્રાહ્ય છે. આ પણ વિશેષ કારણે અને કાળજીપર્વક હોય તો જ જાણવું.
(૪) પિહિત : વહોરાવવાની અન્નાદિ વસ્તુ અચિત્ત ફળો વગેરેથી ઢાંકેલી હોય તે પિહિત કહેવાય. તેના પણ ઉપર જણાવેલા બે ભેદો છે. તેમાં વિશેષ કારણે પરંપરપિહિત ગ્રહણ કરી શકાય. (૫) સંત દાન દેવા માટે જરૂરી પાત્રની સગવડ કરવા, તેમાંની નહિ