________________
શ્રમણ ધર્મ
અશિવ વગેરે કારણે અકાળે પણ પ્રતિલેખના કરી શકાય. મારી-મરકી
ચોર
રાજભય - દુષ્કાળ, માંદગી આદિના કારણે પ્રતિલેખના ન પણ કરે, અથવા મોડી વહેલી કરે, અથવા આરભડા વિગેરે દોષયુક્ત કરે. આમ યથાયોગ્ય અપવાદને સેવે.
-
પાત્ર પ્રતિલેખના બાદ સૂત્રના અર્થની વાચના હોવાથી બીજી પોરિસીને અર્થમાંડલી અથવા અર્થ પોરિસી પણ કહેવાય છે.
૪૧
વાચના સમયે વિક્ષેપ ન થાય તે માટે પચ્ચક્ખાણ પણ ન અપાય તો બીજી વાતો કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તે સમજી શકાય છે.
અર્થ પોરિસી પૂર્ણ થયે જિનમંદિરમાં દેવદર્શન-ચૈત્યવંદન કરવું સાપેક્ષ યતિધર્મ છે. ભિક્ષાકાળની વાર હોય તો ચૈત્યવંદન વિશિષ્ટ રીતે કરવું કે જેથી ગોચરીનો સમય થઈ જાય. ભિક્ષાકાળ વહેલો હોય તો ચૈત્યવંદન કરવા માટે સૂત્ર-અર્થ પોરિસીમાંથી થોડો થોડો સમય કાપવો.
ગોચરીનો સમય ઉત્સર્ગથી ત્રીજી પોરિસીનો છે અને માસકલ્પના છેલ્લા દિવસે વિચરવાનો (વિહાર કરવાનો) સમય પણ તે જ છે. જો દૂર જવાનું હોય તો બીજીમાં કે પ્રથમ પોરિસીમાં પણ વિહાર કરવો.
અષ્ટમી-ચતુર્દશીએ સર્વજિનમંદિરોએ અને શેષદિવસમાં એક જ મંદિરે જિનદર્શનવંદન કરવું. ચૈત્યવંદનના ભેદો તથા વિધિ પ્રથમ ભાગમાંથી જાણી લેવો.
હવે ત્રીજી પોરિસીનાં કર્ત્તવ્યો કહે છે.
मूलम् :- कृत्वोपयोगं निर्दोष - भिक्षार्थमटनं तदा ।
आगत्यालोचनं चैत्य વન્દ્રનાવિવિધિસ્તતઃ ।।oરૂ।।
-
ગાથાર્થ : ભિક્ષાના સમયે ઉપયોગનો કાયોત્સર્ગ કરીને બેંતાલીસ દોષોથી રહિત નિર્દોષ અર્થાત્ સર્વસંપત્કરી ભિક્ષા માટે પર્યટન કરવું (ફરવું), આવીને ગુરુ સમક્ષ તેની આલોચના કરવી અને પછી પચ્ચક્ખાણ પારવા માટેની ચૈત્યવંદનાદિની ક્રિયા કરવી.
ગાથાનો સંક્ષેપ ભાવાર્થ : ભિક્ષાના સમયે તે અવસરે કરવા યોગ્ય ઉચિત કર્તવ્યને કરીને બેતાલીસ દોષોથી રહિત અર્થાત્, ‘સર્વસંપત્ઝરી' ભિક્ષા માટે ગુર્વાશાપૂર્વક ગૃહસ્થના ઘરોમાં ફરવું તે સાપેક્ષ યતિધર્મ છે. અષ્કજી પ્રકરણમાં ભિક્ષા ૩ પ્રકારની કહી છે.