________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
પ્રથમ પાત્રાની પાસે આસન ઉપર બેસીને કાન વગેરે ઇન્દ્રિયોથી ઉપયોગ કરતો પાત્રાનું પડિલેહણ કરે.
૪૦
કાનથી પાત્રામાં ઉપયોગ આપે, જો તેમાં ભરાઈ ગયેલા કોઈ ભમરા-ભમરી આદિનો અવાજ સંભળાય તો તેને જયણાપૂર્વક દૂર કરે, પછી પાત્રપડિલેહણ કરે. નેત્રોથી ખ્યાલ કરતાં ઊંદ૨ડી વગેરે કે તેણે ભરેલી ધૂળ વગેરે દેખાય તો જયણાપૂર્વક દૂર કરે. નાસિકાથી પણ ઉપયોગ આપે, કદાચ તેમાં સુરભકાદિ (‘સુંવાળી’ નામના) કોમળ જીવના ફરવા વગેરેથી મર્દન થયું (ખરડાયું) હોય તો ગંધથી જાણીને તેને દૂર કરે, જીહ્વાથી ઉપયોગ આપે, ૨સથી કંઈ જણાય તો દૂર કરે, તે આ રીતે - જ્યાં રસ હોય ત્યાં ગંધ હોય. પોતાના ઉચ્છ્વાસ વિગેરેથી હોઠને લાગેલો ગંધના પુગલોને જીહ્વા વડે સ્પર્શવાથી ૨સ જણાય. સ્પર્શેન્દ્રિયના ઉપયોગથી કદાચિત્ તેમાં ઊંદરડી વગેરે હોય તો તેના નિ:શ્વાસનો વાયુ શરીરને લાગવાથી, ખાત્રી થતાં દૂર કરે. આમ પાંચે ઇન્દ્રિયોના ઉપયોગપૂર્વક પ્રતિલેખના કરે.
હવે ગુચ્છાને ‘મુખનન્તક’થી અર્થાત્ રજોહરણ તથા મુખવસ્ત્રિકા વડે પ્રમાએઁ. પછી તે જ ગુચ્છાને અંગુલીઓથી પકડી પડલાઓનું પ્રમાર્જન કરે. ત્યારબાદ ગુચ્છાને ડાબા હાથની અનામિકા આંગળીથી પકડી પાત્રકેશરિકાને પાત્રામાંથી લઇને ઝોળીના ચાર-ખૂણાને પાત્રાની ઉપર જ ભેગા રાખીને તેનું પ્રમાર્જન એ પાત્રકેશરિકાથી કરે. પછી એ જ પાત્રકેસરિકાથી પાત્રના કાંઠાને પ્રમાર્જે, પછી (અંતરે અંતરે) ત્રણવાર બહારથી અને ત્રણવાર અંદ૨થી પાત્રાનું પ્રમાર્જન, કરે. અને છેલ્લે પાત્રાના તળીયાનું પ્રમાર્જન કરે. નીચે પડી જવાના ભયે પાત્રને જમીનથી માત્ર ચાર આંગળ ઊંચે રાખી પ્રતિલેખના કરવી. આ વિષયમાં વિશેષ ઓધનિર્યુક્તિ ગાથા-૨૯૨-૨૯૩-૨૯૪થી જાણી લેવું.
પાત્રની પડિલેહણાનાં બાર સ્થાનો બહાર, બાર સ્થાનો અંદર અને પચીસમો કરસ્પર્શ, એમ પચ્ચીસ સ્થાનોએ પચ્ચીસ બોલ બોલવાના છે.
પ્રતિલેખના બાદ સર્વવસ્ત્રોનો વીંટીઓ બાંધવો અને પાત્ર તથા રજસ્ત્રાણને પોતાના ખોળામાં રાખવાં, નીચે નહિ મૂકવાં. કારણ કે અગ્નિ આદિના ઉપદ્રવ વખતે બચાવી શકાય. ઉનાળા-શિયાળામાં આ વિધિ જાણવો. ચોમાસામાં ઊધિ બાંધવાની જરૂર નથી, તેમ પાત્ર પણ બીજે કોઈ સુરક્ષિત સ્થાને મૂકવાં. ચોમાસામાં ઉપદ્રવનો સંભવ નથી. આ કારણથી ઉપધિને બાંધવાની કે પાત્રને પાસે રાખવાની આવશ્યકતા નથી. વિશેષ કારણો ઓઘનિર્યુક્તિથી જાણવા.
પ્રતિલેખનામાં અપવાદ -