________________
- અનેક પ્રકારના બીમારું - ભયંકર ઉપસર્ગોને સહન કરતા હતા. ગરિ - અને સુમિમિઘાડું - સુગંધ અને દુર્ગધ સંબંધી તથા સારું - મધુર અને કઠોર શબ્દ સંબંધી મળેલવાડું - અનેક પ્રકારના ઉપસર્ગ સહન કરતા હતા / ૯ //
ભાવાર્થ – શ્રી અંબૂસ્વામી સ્વયંના ગુરૂ શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે હે ભગવાન્ ! પ્રભુ મહાવીરસ્વામીએ જેવી શય્યા અને આસનાદિનું સેવન કરેલ તે શવ્યા અને આસનાદિના વિષયમાં કૃપા કરીને આપ મને કહો / ૧ / પ્રભુ મહાવીરસ્વામી ક્યારેક સૂના ઘરમાં, સભામાં, પરબ અને દુકાનમાં નિવાસ કરતા હતા અને ક્યારેક કુંભાર - લુહાર આદિના કાર્ય કરવાના સ્થાનમાં અને ક્યારેક માંચડા ઉપર રાખેલ ઘાસને નીચે નિવાસ કરતા હતા // રા
પ્રભુ મહાવીસ્વામી અવસરને અનુસાર ક્યારેક ધર્મશાળામાં, ક્યારેક બગીચામાં રહેલ મકાનમાં, ક્યારેક નગરમાં, ક્યારેક સ્મશાનમાં – શૂન્ય ઘરમાં અને ક્યારેક ઝાડની નીચે નિવાસ કરતા હતા / ૩ //
પ્રભુ મહાવીરસ્વામી તેર વરસમાં કાંઈક, ઓછા મહિનાના સમયમાં પૂર્વોકત બતાવેલ સ્મશાન - શૂન્ય ઘર - વૃક્ષ આદિ સ્થાનોમાં નિવાસ કરતા એવા કઠિન તપસ્યા કરતા હતા. તેઓ રાતદિવસ સંયમના અનુષ્ઠાનમાં રક્ત રહેતા હતા પરંતુ ક્યારેક પણ પ્રમાદનું સેવન કરતા નહોતા. તેઓનું ચિત્ત હંમેશા સમાધિસ્થ રહેતું હતું. આ પ્રકારે તેઓ ધર્મ - શુક્લ ધ્યાનનું ચિંતન કરતાં હતા. / ૪/
સર્વ પ્રમાદોથી રહિત પ્રભુ નિદ્રાનું સેવન પણ કરતા નહોતા, તેઓ હંમેશા સ્વયંના આત્માને શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રાખતા હતા, પરંતુ ઉંધવાની નિદ્રા લેવાની ક્યારેક ઈચ્છા પણ કરતા નહોતા // પ //
પ્રભુ મહાવીરસ્વામીના ચિત્તમાં નિદ્રા - પ્રમાદ નહોતો, તેઓ સમજતા હતા કે નિદ્રા - પ્રમાદ સંસાર ભ્રમણનું કારણ થાય છે. જો ક્યારેક નિદ્રા - પ્રમાદનો ઉદય થઈ જાય તો ભગવાન તેની નિવૃત્તિ માટે ઠંડીના કાળમાં રાત્રિમાં સ્વયંના સ્થાનથી બહાર નીકળી અને થોડા ચાલીને ધ્યાનમાં સ્થિર થઈ જતા હતા . ૬ / - જ્યાં પ્રભુ સ્થિરતા કરતા હતા ત્યાં શીત - ઉષ્ણ - અનુકૂલ અને પ્રતિકૂલ અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગ થાય, શૂન્ય ખાલી ઘરમાં રહ્યા ત્યારે સર્પ અને નકુલ દ્વારા, તથા શ્મશાનમાં ગીધ અને શીયાળ આદિ માંસલક્ષી પ્રાણિયો દ્વારા અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગ થયા // ૭ ||
શૂન્ય ઘરમાં રહે ત્યારે પ્રભુને ચોર અને પારદારિક આદિ દ્વારા ઉપસર્ગ થતા
(૨૨૬)@@gegeઇઇઇઇઇઇથી મારા સૂત્ર