________________
ભાવાર્થ – શ્રી સુધર્માસ્વામી સ્વયંના શિષ્ય જંબુસ્વામીને કહે છે કે છે આયુષ્યમન્ જંબૂ ! પ્રભુ મહાવીરસ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ કરેલ વિહારના વિષયમાં જે પ્રમાણે મેં સાંભળેલ છે, તે પ્રમાણે જ હું તમોને કહીશ.
પ્રભુ મહાવીરસ્વામીએ સઘળાં આભૂષણોનો ત્યાગ કરી પંચમુષ્ટી લોચ કરીને હેમંતઋતુમાં માગસર વદ (ગુજ. કાર્તિક વદ) દશમના દિવસે દીક્ષા અંગીકાર કરી અને તે સમયે જ વિહાર કરી દીધો હતો, તે સમયે તેઓના શરીર ઉપર ઈન્દ્રના દ્વારા ખભા ઉપર મૂકાયેલ દેવદૃષ્ય વસ્ત્ર સિવાય કોઈ પણ વસ્ત્ર હતું નહીં. તે જ દિવસે પ્રભુ ક્ષત્રિયકુંડગ્રામથી વિહાર કરીને કુમારગ્રામમાં એક મુહૂર્ત દિન બાકી હતો'ત્યારે ત્યાં પંહોચી ગયા હતા || ૧ ||
પ્રભુએ દેવદૃષ્યવસ્ત્રને આ આશયથી ધારણ નહીં કરેલ કે હું આના દ્વારા હેમંતૠતુમાં ઠંડીનું નિવારણ કરીશ અથવા લજ્જાને ઢાંકીશ, કારણ કે પ્રભુએ જીવન સુધી સાંસારિક પદાર્થોનો ત્યાગ કરેલ હતો, જેથી તે દેવદૂષ્યવસ્ત્રને ધારણ કરવાનું એક જ એ કારણ હતું કે પહેલાના સર્વ તિર્થંકરોએ દેવદૂષ્યવસ્ત્રને ધારણ કરેલ માટે પ્રભુને માટે આ પૂર્વાચરિત ધર્મ હતો.
આગમોમાં પણ વર્ણન છે. ત્રણે કાળમાં પ્રભુ દીક્ષા લે તે સમયે દેવદૂષ્યવસ્ત્રને ધારણ કરેલ, કરશે અને કરે છે. તે પરિપાટી અનુસાર પ્રભુ મહાવીરે દેવદૃષ્યવસ્ત્રને ધારણ કરેલ હતું ॥ ૨ ॥
દીક્ષા લેતી વખતે પ્રભુનું શરીર દીવ્ય ગોશીર્ષ બાવના ચંદન અને સુગંધિત ચૂર્ણથી સુગંધિત કરેલ હતું, તે ગંધના આકર્ષણથી ખેંચાઈ ને ભમરાઓ આદિ પ્રાણી તેઓના શરીર ઉપર આવતા હતા અને લોહી - માંસની ઈચ્છાથી તેઓના શરીરને ડંખ મારતા હતા, ચાર મહીના કરતા થોડું અધિક પ્રભુએ તે પ્રાણિયો દ્વારા થયેલા કષ્ટને સહન કરેલ ॥ ૩ ॥
તે દેવદૂષ્યવસ્ત્ર પ્રભુના શરીર ઉપર મહિનો અધિક એક વર્ષ સુધી રહ્યું તેના પછી પ્રભુ વસ્ત્રના ત્યાગ દ્વારા વસ્ત્રરહિત એટલે કે અચેલક થયા ॥ ૪ ॥
भावार्थ:- श्री सुधर्मास्वामी अपने शिष्य जम्बूस्वामी से कहते हैं कि - हे आयुष्मन् जम्बू ! भगवान् महावीर स्वामी के दीक्षा ग्रहण करने के पश्चात् किये हुए विहार के विषय में जैसा मैंने सुना है वैसा ही मैं तुम સે ફૂપા । भगवान् महावीर स्वामी ने समस्त आभूषणोंका त्याग कर पञ्चमुष्टि लोच करके हेमन्त ऋतु में मार्गशीर्ष कृष्णा दसमी के दिन दीक्षा अङ्गीकार की और उसी समय विहार कर दिया था। उस समय उनके शरीर पर
(૩૧૦)llllllllllll |શ્રી આચારાંગ સૂત્ર