________________
કોઈ ઉપાય રોગનિવૃત્તિને માટે આવશ્યક પ્રતિત થાય તેને સંલેખના કાલની અંદર જ જલ્દી કરે અને રોગની નિવૃત્તિ થઈ જાય એટલે ફરીથી સંલેખના કરે.
જો મુનિને એ ખબર પડી જાય કે મારું આયુષ્ય નષ્ટ કરવાવાળું કોઈ કારણ વિશેષ ઉપસ્થિત થયું છે તો આ સંલેખના કાલમાં જ ધીરતાની સાથે જલ્દીથી ભક્તપરિજ્ઞાનું સેવન કરે. // ૬ /
સંલેખના દ્વારા શરીરની શુદ્ધિ કરેલો એવો મુનિ સ્વયંના મરણના કાલને સમીપ જાણીને પ્રામાદિથી ઘાસની યાચના કરીને લાવે, પછી ગ્રામ અથવા જંગલમાં જ્યાં ઘાસનો સંથારો કરવાનો છે તે ભૂમિની પ્રતિલેખના કરે ત્યાર બાદ તે ભૂમિને પ્રાણિયો રહિત જીવરહિત જાણીને તે જગ્યા પર ઘાસને બિછાવે. || ૭ ||
તે સાધુ સ્વયંની શક્તિ અનુસાર ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને તથા સર્વે પ્રાણિયોની સાથે ક્ષમાયાચના કરીને તે ઘાસની શયા સંથારા પર સૂઈ જાય. ત્યાં જો કોઈ પરિષહ - ઉપસર્ગ પ્રાપ્ત થઈ જાય તો તે તેને સમભાવપૂર્વક સહન કરે અને સ્વયંના પુત્ર-કલત્ર આદિ પ્રિયજનોનું સ્મરણ કરીને આર્તધ્યાનને વશ ના થાય. || ૮ ||
કીડિ-શિયાળ-ગીધ-સાપ અને સિંહ-વાઘ આદિ પ્રાણી જો તે સાધુનું માંસભક્ષણ કરે અને મચ્છર આદિ તેના લોહીનું પાન કરે તો સાધુ હાથ આદિ દ્વારા તે પ્રાણિયોનો ઘાત ન કરે અને જે અંગને તે ખાઈ રહ્યા હોય તે અંગનું રજોહરણના દ્વારા પ્રમાર્જન પણ કરે નહીં / ૯ //
ઉપરોક્ત હિંસક પ્રાણિયો દ્વારા લોહી-માંસનું ભક્ષણ કરાય તે વખતે તે મુનિ આ પ્રમાણે વિચાર કરે કે “આ પ્રાણી મારા શરીરનો ઘાત કરી રહ્યાં છે પણ જ્ઞાનદર્શન-ચારિત્રનો નહીં' આ પ્રમાણે વિચાર કરીને તે પ્રાણિયોને હટાવવાનો પ્રયત્ન ન કરે તથા કષ્ટથી બચવા માટે તે સ્થાનથી હટીને બીજા સ્થાનમાં ન જાય, સર્વે આશ્રવો હટી જવાથી શુભ અધ્યવસાયવાળો હોવાના કારણે હિંસક પ્રાણિયો દ્વારા ખવાતા હોવા છતાં પણ તે સાધુ અમૃતપાનથી તૃપ્ત થયેલાની માફક તે વેદનાને સમતાપૂર્વક સહન કરે. / ૧૦ //
___ भावार्थः- समाधि मरण की इच्छा करने वाले साधु के शरीर में संलेखना करते समय यदि प्राणों का शीघ्र विनाश करने वाला रोग उत्पन्न हो जाय तो एषणीय विधि से जो कुछ उपाय रोग निवृत्ति के लिए आवश्यक प्रतीत हों उन्हें संलेखना काल के अन्दर ही शीघ्र करे और फिर रोग की निवृत्ति हो जाने पर संलेखना करे ॥५॥
इस गाथा का दूसरा अर्थ यह भी है कि उक्त मुनि को यदि यह ज्ञात हो जाय कि मेरी आयु को शीघ्र
(૨૬)00000થઈથઇ000000થJથી બારામ સૂત્ર