________________
ન્યાયદર્શને
પપ૦
જ (અલબત્ત યથાર્થ) પ્રમાણ છે, સ્મૃતિ નહીં. આમ તૈયાયિકેનો એવો મત છે કે પ્રેમ તો અનુભવ જ હોઈ શકે, સ્મૃતિ કદાપિ નહિ. તેમ છતાં તેઓ જેમ અનુભવના યથાર્થ અને અયથાર્થ એમ બે વિભાગ કરે છે તેમ સ્મૃતિનાય યથાર્થ અને અયથાર્થ એમ બે વિભાગ કરે છે.૪ પરંતુ તેઓ જેમ યથાર્થ અનુભવને પ્રમા તરીકે સ્વીકારે છે તેમ યથાર્થ સ્મૃતિને પ્રમા તરીકે સ્વીકારતા નથી, કારણ કે પ્રમા હોવા માટે તેમને મત અનુભવ હોવું આવશ્યક છે અને
સ્કૃતિ અનુભવ નથી. અહીં શંકા થાય કે અનુમાન, ઉપમાન અને શબ્દ જેમને તેઓ પ્રમાં ગણે છે તેમને અનુભૂતિ ન હોવા છતાં પ્રમાણ માનતા હોય તે
સ્મૃતિનેય પ્રમાણ માનવામાં વાંધો છે કે આવી શંકાના સમાધાન માટે જ કદાચ ન્યાયકુસુમાંજલિકારે કહ્યું છે કે સ્મૃતિને અને પ્રમાણ નથી માનતા તેનું કારણ એ છે કે તે અનુભવ સાપેક્ષ છે. વળી પ્રશ્ન થાય કે અનુમાનાદિ પણ અનુભવસાપેક્ષ છે તે તેઓ પ્રમાણ અને સ્મૃતિ અપ્રમાણુ એમ કેમ ? એમનો કહેવાને આશય એ લાગે છે કે અનુમાનાદિ પણ અનુભવસાપેક્ષ છે અને સ્મૃતિ પણ અનુભવસાપેક્ષ છે, પરંતુ તે બેમાં ભેદ એ છે કે અનુમાનાદિ માત્ર ઉપત્તિની બાબતમાં અનુભવસાપેક્ષ છે જ્યારે સ્મૃતિ તે વિષયની બાબતમાંય અનુભવસાપેક્ષ છે અર્થાત સ્મૃતિ અને તજજનકનુભવ બનેને વિષય એક છે. વળી, અનુમાનાદિનું પ્રામાણ્ય અનુભવના પ્રામાણ્યને અધીન નથી જ્યારે સ્મૃતિનું પ્રામાણ્ય (યથાર્થતા) અનુભવના પ્રામાણ્યને અધીન છે." યંત નવી જ વાત કહે છે. તેના મત પ્રમાણ હેવા માટે અર્થજન્ય અનિવાર્ય છે અને સ્મૃતિ અર્થ જ ન હાઈ પ્રમાણ નથી. ઋતિકાળે સ્મૃતિવિષયભૂત અર્થ હોતો નથી. એટલે સ્મૃતિને અર્થજ ન કહેવાય. કેઈ કહી શકે કે સ્મૃતિ જે અર્થજન્ય ન હોય તે અતીતવૃષ્ટિનું અનુમાન કયાંથી અર્થજન્ય હાઈ શકે ? આના ઉત્તરમાં જયંત કહે છે કે અતીતવૃષ્ટિનું અનુમાન તે અર્થજન્ય છે અને તે આ રીતે : પ્રસ્તુત અનુમાનમાં પક્ષ પણ ઉક્ત અનુમિતિને વિષય છે અને તે અનુમિતિના જનકરૂપે ત્યાં છે જ. યંતના કહેવાનો આશય એ છે કે ઉકત અતીતગોચર અનુમિતિની બાબતમાં સાથધર્મરૂપ અનુમેય અતીત હોવા છતાં પક્ષ જે ધમરૂપે અનુમાનનો વિષય છે તે અનુમિતિકાળે વર્તમાન હોય છે જ. ધર્મ વિના અનુમાન સંભવતું નથી. આમ ધમ પણ અનુમાનને વિષય છે અને તે અનુમિતિકાળે વર્તમાન હોય છે, એટલે તે ઉક્ત અનુમિતિનો જનક થાય છે. આ રીતે અતીતવિષયક અનુમિતિ અર્થજન્ય નથી એમ ન કહી શકાય. ચાલો માની લઈએ કે અતીતવિષયક અનુમતિ આ રીતે અર્થજન્ય છે પણ અનાગતા