________________
અધ્યયન ૭
સ્મૃતિ
પ્રાસ્તાવિક સ્મૃતિ એ એવું જ્ઞાન છે જે અનુભૂત વિષયને પુનઃ મનઃપટલ પર લાવે છે; આથી સ્મૃતિને સંસ્કારમાત્રજન્ય કહી છે. આમ સ્મૃતિ એ કંઈ નવીન જ્ઞાન નથી પણ અધિગતનું જ જ્ઞાન છે. સ્મૃતિમાં આપણે સંસ્કારોબોધ દ્વારા પૂર્વાનુભવને તાજો કરીએ છીએ અને પૂર્વાનુભૂત વિષયને યાદ કરીએ છીએ.
સ્કૃતિ પ્રત્યભિજ્ઞાથી ભિન્ન છે; સ્મૃતિ સંસ્કારમાત્રજન્ય છે જ્યારે પ્રત્યભિજ્ઞા સંસ્કાર અને અનુભવ બંનેયથી જન્ય છે (અર્થાત ઉભયજ છે). નૌયાયિકે પ્રત્યભિજ્ઞાને પ્રત્યક્ષજ્ઞાનરૂપ જ ગણે છે.
ભટ્ટ અને બૌદ્ધોને મત સામાન્ય રીતે કહીએ તે જૈન દાર્શનિક સિવાયના બધા જ દાર્શનિકે સ્મૃતિને પ્રમા માનવાના પક્ષના નથી. અલબત્ત, તેમનાં તે માટેનાં કારણે ભિન્ન ભિન્ન છે. બૌદ્ધ દાર્શનિક અને ભાટ મીમાંસકે અગૃહીતગ્રાહી જ્ઞાનને જ પ્રમાણ ગણે છે. જે જ્ઞાન કંઈ નવું ન આપે તે પ્રમાણ ન કહેવાય. સ્મૃતિ એ ગૃહીતગ્રાહી છે અને એટલે તેને પ્રમાણુકેટિમાં ન લેવાય. બૌદ્ધ દાર્શનિકે અને ભાઢ મીમાંસકોની સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો કે જે સ્મૃતિને અધિગતગ્રાહી હોવાને કારણે પ્રમા નથી ગણતા તે ધારાવાહી પ્રત્યક્ષને પણ પ્રમા ન ગણવું જોઈએ; કારણ, તે પણ ગૃહીતગ્રાહી છે. આને ઉત્તર બન્નેએ પોતપોતાની રીતે પિતપોતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુકૂળ આયો. ક્ષણિકવાદી બૌદ્ધે કહી દીધું કે ધારાવાહી પ્રત્યક્ષનો વિષય એક છે જ નહિ પરંતુ પ્રત્યક્ષધારાના ભિન્ન ભિન્ન પ્રત્યક્ષોના વિષયો પણ ભિન્ન ભિન્ન વિષયક્ષણો છે; આમ તે બધાં પ્રત્યક્ષ ભિન્નવિષયગ્રાહી હાઈ અગૃહીતગ્રાહી ઠરે છે અને તેથી પ્રમાણ કરે છે. ભાટ ભીમાસકે તે ક્ષણિકવાદી નથી એટલે એમણે તે ધારાવાહી પ્રત્યક્ષનો એક સ્થાયી વિષય માનવો જ જોઈએ અને આમ પરિણામે તેઓ ધારાવાહી પ્રત્યક્ષને અગૃહીતગ્રાહી સાબિત ન કરી શકે. પ્રથમ પ્રત્યક્ષ જે વિષયને ગ્રહણ કરે છે તેને જ દ્વિતીય, તૃતીય, ચતુર્થ પ્રત્યક્ષ પણ પ્રહણ કરે છે અને તેથી દ્વિતીય, વગેરે પ્રત્યક્ષ ગૃહીતગ્રાહી જ ઠરે અને તેમની