________________
ન્યાયદર્શન
પપ૧
નક્કી કહી શકીએ કે તે વ્યકિત આપ્ત છે. પરંતુ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ રાગ આદિ દોષથી રહિત છે? તેની વર્તણૂક ઉપરથી, તેના વ્યવહાર ઉપરથી. કેટલાક દાર્શનિકે માને છે કે બાહ્ય વ્યવહાર ઉપરથી આનર ગુણોનો (=વીતરાગતા આદિન) નિશ્ચય કરવો શક્ય નથી કારણ કે બાહ્ય વ્યવહાર મનુષ્યની ઈચ્છા પર આવલંબે છે. દેશવાળી વ્યકિત પણ દોષરહિત હવાને ઢોંગ કરી શકે છે, તે પણ પિતાની ઈચ્છા પ્રમાણે જ દોષરહિત વ્યકિતની જેમ બાહ્ય વર્તણૂક કરી શકે છે. તેથી બાહ્ય વર્તણૂક ઉપરથી આંતર ગુણોનું જ્ઞાન–અનુમાન કરવું શક્ય નથી.૩૪ પરંતુ નિયાયિક આવા મતને સ્વીકારતા નથી. તે કહે છે કે ગીની બાહ્ય વર્તણૂકની બરાબર પરીક્ષા કરવામાં આવે તો તેનો દેષરહિતની વર્તણૂકથી જે ભેદ છે તે જણાયા વિના રહેતે નથી. તેની બાહ્ય વર્તણૂક ઉપરથી આંતર ગુણદોષનું અનુમાન શક્ય છે. વળી, બાહ્ય વર્તણૂક તે વક્તા કે લેખક જીવિત હોય ત્યાં સુધી જ શક્ય છે. એટલે અતીત વકતા કે લેખકની આપ્તતાનો નિર્ણય કેવી રીતે કરવો ? તેમની વાર્તા માન કૃતિઓના વિધાનની એકવાક્યતા ઉપરથી તેમ જ તેમનાં વચનોના પ્રત્યક્ષ-અનુમાન સાથેના સંવાદ ઉપરથી..
શબ્દપ્રમાણ અનુમાનથી પૃથફ છે ? આ પ્રન પર વૈશેષિકે અને તૈયાયિકમાં મતભેદ છે. વૈશેષિક શબ્દપ્રમાણને સ્વતંત્ર પ્રમાણ નથી માનતા. તેઓ તેને અન્તર્ભાવ અનુમાનમાં કરે છે. એથી ઊલટું, નૈયાયિકે તેને સ્વતન્ત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે. નીચેનાં કારખાસર વૈશેષિકે તેને અન્તભોવ અનુમાનમાં કરે છે. (૧) જેમ ધૂમનો અગ્નિ સાથે વ્યાપ્તિસંબંધ જાણનાર ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરે છે તેમ પદને તેના અર્થ સાથે સંકેતસંબંધ જાણનાર પદ ઉપરથી તેના અર્થનું અનુમાન કરે છે. આમ પદાર્થનું જ્ઞાન આપણને અનુમાન દ્વારા મળે છે. ૫ (૨) વાક્યાથજ્ઞાન પણ અનુમાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. તે અનુમાનનું રૂપ આવું છે–
આ પદાર્થો પરસ્પસંસર્ગ ધરાવે છે, કારણ કે તે પદાર્થોનાં પદે આકાંક્ષા, યેગ્યતા અને સન્નિધિવાળાં છે, ‘ડુંડાની મદદથી ગાયને લાવ” એવા સંસ્કૃષ્ટ પદાર્થોનાં આકાંક્ષા વગેરે ધરાવતાં પદની જેમ. (૩) વાક્યરૂપ શબ્દને તેના અર્થ સાથે સ્વાભાવિક સંબંધ નથી પરંતુ સંકેતસંબંધ છે, એટલે શબ્દપ્રમાણુ અનુમાનરૂપ નથી એમ કહેવું બરાબર નથી. શબ્દપ્રમાણ અનુમાનરૂપ જ છે. અલબત્ત, વાક્યરૂપ શબ્દનો તેના અર્થ સાથે સ્વાભાવિક સંબંધ ન હોતાં સંકેતસંબંધ હોવાથી તે વકતૃવિવક્ષાનું જ અનુમાન કરાવે છે, બાઘાર્થનું અનુમાન