________________
ન્યાયદર્શન
૫૨૭
કે શબ્દવ શબ્દને ( પક્ષને) અસાધારણ ધર્મ છે. તેથી “શબ્દત્વ
હેતુને અસાધારણ હેત્વાભાસ ગણવામાં આવે છે. (૩) અનુપસંહારી–જે હેતુ કેવળ પક્ષમાં જ રહેતા હોય છે અને પક્ષમાં
જગતની બધી જ વસ્તુઓ સમાયેલી હોવાથી સપક્ષ અને વિપક્ષને સંભવ ન હેઈને સપક્ષ કે વિપક્ષમાં રહેતો નથી તે અનુપસંહારી હેવાભાસ છે. આનો અર્થ એ કે જ્યારે પક્ષ “સર્વ વસ્તુઓ' ( ૧) હેય. ત્યારે જે કઈ હેતુ હોય તે અનુપસંહારી હેવાભાસ બને. ઉદાહરણાર્થ, “સર્વ વસ્તુઓ ક્ષણિક છે, સત હોવાને કારણે સરવાત)”. અહીં રતિ' હેતુ પક્ષમાં (સવ વસ્તુઓમાં) જ રહે છે સપક્ષ કે વિપક્ષમાં રહેતું નથી કારણ કે જગતની બધી જ વસ્તુઓ પક્ષાન્તર્ગત છે.૮૧
વિરુદ્ધ–જે હેતુ સ્વીકૃત સાધ્યથી (પ્રતિજ્ઞાથી) ઊલટું જ સિદ્ધ કરે તે વિરુદ્ધ હેવાભાસ કહેવાય.૦૨ તર્કસંગ્રહકાર કહે છે કે જે હેતુ સાધ્યાભાવ સાથે જ નિયત સંબંધ ધરાવતો હોય (અર્થાત્ સાધ્યાભાવથી વ્યાપ્ત હોય) તેને વિરુદ્ધ હેત્વાભાસ ગણવામાં આવે છે. ૩ આનો અર્થ એ કે જે હેતુ પક્ષ અને વિપક્ષમાં જ રહેતા હોય પણ સપક્ષમાં રહેતા જ ન હોય તે વિરુદ્ધ હેવાભાસ છે. ઉદાહરણાર્થ, “શબ્દ નિત્ય છે, કારણ કે તે કૃતક (કાર્ય) છે.” અહીં “કૃતકત્વ હેતુ કદી નિત્ય વસ્તુઓમાં (સપક્ષમાં) હોતું નથી પણ અનિત્ય વસ્તુઓમાં (=વિપક્ષમાં) જ હોય છે. તેથી, આ હેતુ જે સિદ્ધ કરવા ધાયું હોય છે (શબ્દનું નિત્યવ) તેનાથી ઊલટું જ (શબ્દનું અનિત્યત્વ) સિદ્ધ કરે છે. આવા હેતુને વિરુદ્ધ હેત્વાભાસ ગણવામાં આવે છે. વિરુદ્ધ હેત્વાભાસમાં સહેતુનાં સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત બે લક્ષણો હોતાં નથી; એટલું જ નહીં પણ તે બેનાં વિરુદ્ધ લક્ષણે સાક્ષાસત્ત્વ અને વિપક્ષસત્ત્વ હોય છે.
- સતિપક્ષ—જે હેતુને સમબલ પ્રતિપક્ષ (રવિરોધી) હેતુ પક્ષમાં વિદ્યમાન હોય તેને સપ્રતિપક્ષ હેવાભાસ ગણવામાં આવે છે. એક હેતુ પક્ષમાં જે ધર્મ સિદ્ધ કરતો હોય તેનાથી તદ્દન વિપરીત ધર્મ તેના જેટલા જ બળવાળે બીજે હેતુ પક્ષમાં સિદ્ધ કરતે હોય તે પેલે પહેલે હેતુ સપ્રતિપક્ષ હેવાભાસ બને.૮૪ સતપ્રતિપક્ષ અને વિરુદ્ધ હેતુમાં સ્પષ્ટ અન્તર છે. સપ્રતિપક્ષમાં સાધ્યથી વિરોધી ધર્મની સિદ્ધિ બીજા હેતુ દ્વારા થાય છે, આ બીજે હેતુ આપેલા હેતુથી ભિન્ન હોય છે. પરંતુ વિરુદ્ધમાં આપેલ હેતુ તે જ સાધ્યના અભાવને સિદ્ધ કરે છે.