________________
ન્યાયદર્શન
૫૦૭
આમ વ્યાપ્તિ પ્રસ્તુત ઉદાહરણમાં એકપક્ષીય છે. અગ્નિની ધૂમમાં વ્યાપ્તિ છે પણ ધૂમની અગ્નિમાં વ્યાપ્તિ નથી. જે બે વસ્તુઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ હેય તે બે વસ્તુઓની એકબીજામાં વ્યાપ્તિ હોય જ એવું નથી. અર્થાત તે બેમાંથી એક વ્યાપ્ય હોય છે અને બીજી વ્યાપક હોય છે. અલબત્ત, કેઈક વાર વ્યાપક અને વ્યાપ્યનાં ક્ષેત્રે એકસરખાં પણ હોઈ શકે છે. આવી વ્યાપ્તિને દ્વિપક્ષી વ્યાપ્તિ ગણાય. એકપક્ષી વ્યાપ્તિને વિષમવ્યાતિ’ કહેવામાં આવે છે અને દ્વિપક્ષી વ્યાપ્તિને “સમાપ્તિ’ કહેવામાં આવે છે.
સમવ્યાપ્તિમાં તે જેમની વચ્ચે વ્યાપ્તિસંબંધ હોય છે તે બંને એકબીજાનું લિંગ બની શકે છે. પરંતુ વિષમવ્યાપ્તિની બાબતમાં એ પ્રશ્ન ઊઠે છે કે વ્યાયા અને વ્યાપક એ બેમાં કેણ કેનું સૂચક (કલિંગ) છે? અર્થાત ધૂમથી અગ્નિનો. બંધ થાય છે કે અગ્નિથી ઘૂમનો બોધ થાય છે? ધૂમના સર્વ ક્ષેત્રમાં અગ્નિ વ્યાપક છે. અર્થાત , એવો કોઈ ધૂમ નથી હોતે જે અગ્નિરહિત હેય. એટલે જ આપણે કહી શકીએ છીએ કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. તેથી ધૂમને સર્વત્ર અગ્નિનું ચિહ્ન (ત્રલિંગ) સમજવું જોઈએ. શું અગ્નિને સર્વત્ર ધૂમનું ચિહ્ન માની શકાય ? શું આપણે ઉપર્યુક્ત વાક્યને ઊલટાવીને કહી શકીએ કે જ્યાં જ્યાં અગ્નિ હોય છે ત્યાં ત્યાં ધૂમ હોય છે? નહિ જ, કારણ કે ઘૂમ સર્વત્ર અગ્નિમાં વ્યાપક નથી. આનો અર્થ એ કે એવો પણ અગ્નિ હોઈ શકે છે જે ધૂમરહિત હોય છે, જેમ કે ધગધગતે લાલચોળ. લેઢાનો ગોળો. તેથી જ ધૂમથી સર્વ દેશે અને સર્વ કાળે આપણે અગ્નિનું અનુમાન કરી શકીએ છીએ પણ અગ્નિથી ઘૂમનું અનુમાન કદીય ક્યાંય કરી શક્તા નથી. આમ જે વ્યાપક હોય છે તે સાથે (ત્રલિંગી) હોય છે અને જે વ્યાપ્ય હોય છે તે સાધન (=લિંગ) હેય છે. આ ઉપરથી એ ફલિત થયું કે વ્યાપ્યથી વ્યાપક બોધ થાય છે પરંતુ વ્યાપકથી વ્યાપ્ય બોધ થતો નથી. ' ' (૩) વ્યાપ્તિ નિરપાધિક સંબં–વાચસ્પતિ મિશ્ર વગેરે પ્રાચીન નૈયાયિક વ્યાપ્તિને નિરુપાધિક સંબંધ ગણે છે. અર્થાત્ , જે સંબંધમાં ઉપાધિ હોય નહિ તે સંબંધને વ્યાપ્તિ કહેવાય. ઉપાધિ એટલે શું ? ઉદયનાચાર્યે કહ્યું છે કે જે સમી પવત પદાર્થથાં પિતાનું રૂપ આપે તે ઉપાધિ. છે. ૨૦ ઉદાહરણાર્થ, જાસુદનું ફૂલ નિકટવતી સ્ફટિકમાં પોતાને લાલ રંગ આપે છે. આ લાલ રંગ સ્ફટિકનો સ્વાભાવિક રંગ નથી, તે તે ઉપાધિરૂપ જાસુદના ફૂલના સંસર્ગથી તેનામાં આવે છે, તેથી ઉપાધિ દૂર થતાં પાધિક ગુણ પણ દૂર થઈ જાય છે.