________________
૪૯૦.
ષદ્ધન
પ્રત્યક્ષ થાય છે અને સાથે સાથે તે વ્યકિતમાં સમવાયસંબંધથી રહેતા સામાન્યનું સંયુકતસમવાયસન્નિક`થી પ્રત્યક્ષ થાય છે. આ સામાન્યજ્ઞાનરૂપ પ્રત્યાસત્તિ (=સન્તિક) દ્વારા સામાન્યવત્ બધી વ્યક્તિએનું પ્રત્યક્ષ થાય છે.
Y
સામાન્ય રીતે ન્યાય-વૈશેષિક દર્શનમાં સામાન્યનેા અથ નિત્ય જાતિરૂપ સામાન્ય લેવાય છે, પરંતુ અહીં સામાન્યને વ્યાપક અર્થાંમાં, ‘સાધારણ ધર્મ’ના અંમાં, સમજવાનુ છે. તેથી જ્યારે આપણે ધટયુક્ત ભૂતલ દેખીએ છીએ ત્યારે ‘ઘટ’ નામક સામાન્ય ધર્મના જ્ઞાન દ્વારા ઘટયુક્ત બધાં ભૂતલેાનુ પ્રત્યક્ષ થાય છે. અહીં ‘ઘટ’ એ સામાન્ય ધમ છે અને તેનું જ્ઞાન પ્રત્યાસત્તિ તરીકે કામ કરે છે. સામાન્ય ધર્માં જે સંબંધથી અધિકરણમાં જ્ઞાત થાય છે તે સંબંધથી તે સામાન્ય ધમ જેટલાં અધિકરણમાં રહેતા હોય તે બધાં અધિકરણાનું પ્રત્યક્ષ થાય છે. ઉદાહરણા, સંયોગસંબધથી સમાન ધર્મ ઘટ ભૂતલમાં રહે છે એવું જ્ઞાન થતાં તે જ સંબંધથી તે સમાન ધમ જેટલાં ભૂતલામાં રહે છે તે બધાં ભૂતલેાનું સામાન્યલક્ષણસન્તિકથી પ્રત્યક્ષ થાય છે. તેવી જ રીતે, સમવાયસબંધથી ઘટયુક્ત કપાલનું પ્રત્યક્ષ જ્ઞાન થતાં સમવાયસંબંધથી ઘટયુક્ત બધાં કપાલાનું સામાન્યલક્ષણપ્રત્યક્ષ થાય છે.૭૮
આમ ન્યાય-વૈશેષિકને એ સિદ્ધાન્ત બન્યા કે જ્યારે ટનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય ત્યારે ઘટના વિશેષણભૂત (=પ્રકારીભૂત) ધટત્વસામાન્યનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે અને આ ઘટત્વસામાન્યના ચાક્ષુષ પ્રત્યક્ષ દ્વારા ઘટત્વસામાન્યવત્ બધી ધટવ્યક્તિનું અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. અહીં કોઈ શંકા કરે છે કે ચક્ષુસ ચેાગ વિના શબ્દ કે અનુમાનથી ઘટતું જ્ઞાન થતાં આપણને ઘટત્વસામાન્યનુ જ્ઞાન થાય છે, આ ઘટત્વસામાન્યજ્ઞાનથીય અલૌકિક સામાન્યલક્ષણસન્નિક દ્વારા બધી ધટવ્યક્તિોનું અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ થવુ જોઈ એ. આ શંકાનું સમાધાન કરતાં નૈયાયિક જણાવે છે કે જો બાહ્ય ઇન્દ્રિયથી સામાન્યલક્ષણસન્નિકા દ્વારા ચાક્ષુષ આદિ પ્રત્યક્ષ કરવું હોય તા કોઈ ઘટ વગેરે ધી`માં ઘટત્વ આદિ સામાન્યનું તે તે ઇન્દ્રિયથી ચાક્ષુષ આદિ પ્રત્યક્ષ થવું જોઇએ. ટૂંકમાં, સામાન્યનું પ્રત્યક્ષજ્ઞાન જ સામાન્યવત્ વ્યક્તિનુ અલૌકિક સામાન્યલક્ષણ પ્રત્યક્ષ કરાવી શકે છે.૭૯
વળી, કોઈ શંકા કરે છે કે એક ઘૂમવ્યકિતના વિશેષણરૂપે ધૂમત્વસામાન્યનુ પ્રત્યક્ષ થતાં તે ધૂમત્વસામાન્યજ્ઞાનરૂપ અલૌકિક સન્નિકથી બધી જ ધૂમત્વવિશિષ્ટ ધૂમવ્યકિતનું અલૌકિક પ્રત્યક્ષ થઈ શકતુ હાય ! પ્રમેયવ્યકિતના