SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮. પદર્શન વાત ઉપર ભાર મૂકવા માગે છે કે અર્થની અતીત અને વર્તમાન બંને અવસ્થાઓને ગ્રહણ કરનારું સવિકલ્પક પ્રત્યક્ષ જ્ઞાન એક (unitary) છે, તે બે ભિન્ન પ્રકારનાં જ્ઞાનનું મિશ્રણ નથી. બૌદ્ધો તેને વર્તમાનાવસ્થાગ્રાહી ઇન્દ્રિયજ પ્રત્યક્ષ અને અતીતાવસ્થાગ્રાહી સ્મરણનું મિશ્રણ ગણે છે. જે સંસ્કારને નહિ પણ સ્મૃતિને ઇન્દ્રિયનું સહકારી માનવામાં આવે તે પહેલાં અર્થની અતીત અવસ્થાનું સ્મરણ થાય, પછી તે સ્મરણ ઇન્દ્રિયને સહાય કરી પોતે નષ્ટ થઈ જાય અને ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલ સવિકલ્પક પ્રત્યક્ષમાં સ્મૃતિ અંગભૂત ન બને. તેથી કેટલાક માને છે કે સ્મૃતિની સહાયથી ઈન્દ્રિય અર્થની અતીત અને વર્તમાન બંને અવસ્થાઓને જાણનારું સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે છે. સવિકલ્પ પ્રત્યક્ષની ઉત્પત્તિ વખતે સ્મૃતિ નષ્ટ થઈ ગઈ હોવાથી સવિકલ્પક પ્રત્યક્ષ મિશ્રણરૂપ જ્ઞાન નથી પરંતુ એક (unitary) જ્ઞાન છે. તેમ છતાં સ્મૃતિએ તેની ઉત્પત્તિમાં ભાગ ભજવ્યો હોવાથી તેનામાં કંઈક વિજાતીય : તત્વ આવી જ જાય એનું ભાન કેટલાક નિયાયિકને થતાં તેમણે સ્મૃતિસહાયને વિકલ્પ છોડી સંસ્કારસહાયને વિકલ્પ સ્વીકાર્યો. તેમણે કહ્યું કે અતીત અવ સ્થાના સ્મરણની સહાયથી ઇન્દ્રિય અતીત અવસ્થાને ગ્રહણ કરતી નથી પરંતુ સંસ્કારની સહાયથી ઇન્દ્રિય અતીત અવસ્થાને ગ્રહણ કરે છે. પરિણામે સવિકલ્પક પ્રત્યક્ષમાં સ્મૃતિનું મિશ્રણ હોતું નથી અને સવિકલ્પક પ્રત્યક્ષ એક (unitary) જ્ઞાન જ રહે છે. શ્રીધર અને જયંત આ વિકલ્પ સ્વીકારે છે. પ્રત્યભિજ્ઞાના સંદર્ભમાં શ્રીધર કહે છે કે ઇન્દ્રિય અને સંસ્કાર અલગ અલગ અનુક્રમે ભૂત અને વર્તમાનને ગ્રહણ કરવા સમર્થ નથી પરંતુ બંને ભેગાં મળી ભૂત-વર્તમાનગ્રાહી પ્રત્યભિસારૂ૫ એક (unitary) સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા શક્તિમાન છે. અહીં એ ધ્યાનમાં રાખીએ કે સંસ્કાર સ્મૃતિને ઉત્પન્ન કરતા નથી પરંતુ ઈન્દ્રિયને સહાય કરી અતીત અને વર્તમાનને જાણનારું પ્રત્યભિજ્ઞારૂપ સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે છે. શ્રીધરે કહ્યું છે કે સવિકલ્પક પ્રત્યક્ષમાં જાતિનું જ્ઞાન અનેકપિંડાનુગતરૂપે જ થાય છે. આમ સવિકલ્પક પ્રત્યક્ષમાં અનેક પિંડોનું (=વ્યકિતઓનું) જ્ઞાન પણ શ્રીધરને અભિપ્રેત છે. અનેક પિંડોનું જ્ઞાન ઇન્દ્રિયથી કેવી રીતે થઈ શકે છે અનેક પિંડે ઇન્દ્રિયસમ્બદ્ધ નથી. આ આપત્તિમાંથી ઉગરવા માનવું જોઈએ કે સવિકલ્પક પ્રસક્ષમાં ઇન્દ્રિયથી જાતિનું જ્ઞાન થતાં જ તે જેમનામાં અનુવૃત્ત છે તે વ્યકિતઓનું પણ ઈન્દ્રિયથી જ્ઞાન થઈ જાય છે. આમાં જ ઉત્તરકાલીન સામાન્ય લક્ષણ-અલૌકિક-સગ્નિકર્ષનાં મૂળ રહેલાં છે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy