________________
• વૈશેષિકદર્શન
૪૩૧ અભાવને પ્રત્યક્ષગ્રાહ્ય માનવા માટેની મહત્વની દલીલ શ્રીધરે આપી છે. (૧) જ્યારે ઇન્દ્રિયસનિકથી ભૂતલનું જ્ઞાન થાય છે ત્યારે “ભૂતલ ઘટરહિત છે એવા આકારનું ઘટાભાવનું જ્ઞાન પણ થાય છે, તે પછી ભૂતલની જેમ ઘટાભાવને પણ પ્રત્યક્ષ કેમ ન ગણા ૨૭ જયંત પણ આ જ દલીલ આપે છે. તે કહે છે જ્યારે આપણે આંખો ઉઘાડીએ છીએ ત્યારે ભૂતલ અને ઘટાભાવ બંનેને દેખીએ છીએ તેમ જ જ્યારે આપણે આંખો બંધ કરીએ છીએ ત્યારે આપણે બેમાંથી એકેયને દેખતા નથી. આમ અન્વયવ્યતિરેકથી ભૂતલજ્ઞાનનું અને ઘટાભાવિજ્ઞાનનું કારણ સમાન જ છે એ પુરવાર થાય છે. તેમનું સમાન કારણ ચક્ષુરિનિયવ્યાપાર છે. તેથી ભૂતલજ્ઞાન ચાક્ષુષજ્ઞાન છે અને ઘટાભાવિજ્ઞાન અચાઘજ્ઞાન છે એવો ભેદ કરવા માટે કેઈ આધાર નથી. (૨) જેમ ભાવ ઈજ્યિગ્રહણ યોગ્ય છે તેમ અભાવ પણ ઇન્ડિયન ગ્રહણ યોગ્ય છે. ઇન્દ્રિય અભાવનું જ્ઞાન કરાવે છે એ હકીકત છે. એટલે ઇન્દ્રિય અને અભાવ વચ્ચે કેઈ સંબંધ =સનિક) પણ કલ્પવો જોઈએ.૧૮ ન્યાયવૈશેષિકેએ અભાવના પ્રત્યક્ષ માટે વિશેષણભાવરૂપ સનિકઈ માન્ય છે. ઘટાભાવને ભૂતલનું વિશેષણ ગણવામાં આવ્યું છે. ઘટાભાવ જેનું વિશેષણ છે તેવા ભૂતલ સાથે ઈન્ડિયન સંયોગસનિક થતાં ઘટાભાવનું તે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે. આમ અહીં ઈન્ડિયન સ્ટાભાવ સાથે સંયુક્તવિશેષણભાવસનિક થાય છે.
ન્યાય-વૈશેષિકની આ માન્યતાનું ભાટ મીમાંસક ખંડન કરે છે. તેઓ કહે છે કે ભૂતલ અને ઘટાભાવ બંને એક કાળે ચક્ષુરિન્દ્રિયથી ગૃહીત થતા જણાય છે તેમ છતાં ઘટાભાવ ચક્ષુરિન્દ્રિયને વિષય ન હોઈ શકે કારણ કે (૧) ઘટાભાવ રૂપહિત છે જ્યારે ચાક્ષુષ પ્રત્યક્ષની ઉત્પત્તિ માટે વિષયમાં રૂપનું (રંગનું) હેવું આવશ્યક છે અને (૨) ઈન્દ્રિયને ઘટાભાવ સાથે કઈ સનિક નથી.૨૦ વિશેષણભાવ નામનો કઈ સનિકઈ જ સંભવ નથી, કારણ કે સનિકર્ષ તે સંગ, સમવાય કે તે બેના જોડાણો જેવાં કે સંયુક્ત સમવાય વગેરેમાંથી કોઈ એક જ હોઈ શકે છે. વળી, એક વસ્તુ જે બીજી વસ્તુનું વિશેષણ બને છે તે તે બીજી વસ્તુ સાથે સંગસંબંધ ધરાવે છે-જેમ કે દંડયુકત પુરુષ – અથવા સમવાય સંબંધ ધરાવે છે જેમ કે પટનું ઐય. અભાવ દ્રવ્ય ન હોઈ તેને ભૂતલ સાથે સંગ સંબંધ નથી. અને તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, તેમ જ વિશેષથી ભિન્ન પદાર્થ હોઈ તેનો ભૂતલ સાથે સમવાયસંબંધ પણ ન હઈ શકે. ઉપરાંત, ભાટ મીમાંસકે કહે છે કે વિશેષણવિશેષ્યભાવ એ