________________
વૈશેષિકન
૪૦૭
સ્થૂળરૂપમાં કેવળ માનસ છે, કાલ્પનિક છે, બાહ્ય જગતમાં વસ્તુરૂપે વિદ્યમાન
નથી.
વિશેષ અને પરમાણુવાદ
એવું લાગે છે કે વિશેષપદાની કલ્પના સૌ પ્રથમ પરમાણુસિદ્ધાન્તના સંબંધમાં થઈ, કારણ કે એક પરમાણુનું તેના સજાતીય પરમાણુએથી અન્તર વિશેષ દ્વારા જ મનાયું છે. એમ કહી શકાય કે પરમાણુવાદને આધારે જ વિશેષપદાથ ની કલ્પના છે. એવું પણ માનવામાં આવે છે કે વૈશેષિક દનતા મુખ્ય અને મૌલિક સિદ્ધાન્ત જ પરમાણુવાદ છે. વૈશેષિક દર્શનના પ્રવત કનુ નામ ‘કણાદ’ પણ એ જ સૂચવે છે, કારણ કે ‘કણાદ’ના અથ` થાય છે ‘કણાને ખાનારા’. જો કે એવું કહેવાય છે કે તે ઋષિ અહીંતહીં પડેલા દાણા ખાઇને જીવનનિર્વાહ કરતા હતા એટલે એમનું નામ કણાદ પડી ગયું, તેમ છતાં ‘કણુ’ ના અથ ‘અણુ' પણ થાય છે અને ‘કણાદ’ નામના અથ એ પણ થઈ શકે છે કે ‘અણુને ખાનાર’ અર્થાત્ અણુસિદ્ધાન્તને પ્રવતક. જે હે। તે, કણાદનુ નામ અણુવાદ સાથે સંબંધ ધરાવતું જણાય છે, અને સાથે સાથે જ વૈશેષિક’ એવું આ દર્શીનનું નામ વિશેષ’પદાર્થ સાથે સંબંધ ધરાવતું લાગે છે.
એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે વિશેષપદાનું વણ ન કણાદનાં વૈશેષિકત્રામાં નથી, તે તે સૌ પ્રથમ પ્રશસ્તપાદના ભાષ્યમાં મળે છે. વૈશેષિકત્રામાં ‘સામાન્યવિશેષ’ને વિશેષ કહેતી વખતે જણાવ્યું છે કે જો કે સામાન્યવિશેષ વિશેષ છે તેમ છતાં અન્ત્ય વિશેષાથી તે ભિન્ન છે.' આમ કણાદને નિત્ય દ્રવ્યેામાં રહેનાર અન્ય વિશેષને ખ્યાલ તેા હતેા એ સ્પષ્ટ થાય છે પર ંતુ તેનું નિરૂપણ કણાદે કયું નથી.
પરમાણુસિદ્ધાન્તનો વિશેષપદાથ સાથે ગાઢ સંબંધ છે. વિશેષપદાથ માન્યા વિના પરમાણુસિદ્ધાન્ત ટકી નથી શકતા. તેથી એવું લાગે છે કે સૌ પ્રથમ વિશેષપદાની કપના સજાતીય પરમાણુઓને પરસ્પર ભેદ કરનાર તરીકે કરવામાં આવી હોય, પર ંતુ સમય જતાં વિભુ પરિમાણવાળાં અને/અથવા નિરવયવ આકારા, મુકત આત્મા અને (મુકતાનાં) મને જેવાં નિત્ય દ્રવ્યોના પરસ્પર ભેદ કરનાર તરીકે પણ તેને સ્વીકાર કરવામાં આવ્યા હોય. આમ ન્યાય-વૈશેષિક દર્શનમાં વિશેષપદા નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
વિશેષ નિત્ય દ્રવ્યામાં રહે છે તેથી તે પણ નિત્ય છે. વળી, વિશેષ ‘અન્ત્ય વિશેષ’ છે તેથી એક વિશેષ કેવળ એક જ નિત્ય દ્રવ્યવ્યક્તિમાં રહે છે.