________________
વૈશેષિકદર્શન
૪૦૫
શકે કે એક વિશેષનો બીજા વિશેષથી ભેદ કરનાર શું તત્ત્વ છે? આના ઉત્તરમાં ન્યાયશેષિક જણાવે છે કે વિશેષ સ્વયંવ્યાવૃત્ત છે અર્થાત એક વિશેષથી બીજો વિશેષ સ્વયં અલગ છે, એક વિશેષને બીજા વિશેષથી અલગ કરવા માટે કોઈ બીજો વિશેષ માનવાની જરૂર નથી, કારણ કે એક વિશેષથી બીજા વિશેષને અલગ કરવા કેઈ બીજો વિશેષ માનવામાં આવે તે બીજા ભેદક વિશેષનો તે વિશેષથી ભેદ કરવા વળી એક અન્ય વિશેષની કલ્પના કરવી પડશે અને આમ અવસ્થાદેવ આવશે.
વળી, એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભું થાય છે. જે એક વિશેષને બીજા વિશેષથી ભેદ સ્વયં થાય છે, તે એમ કેમ નથી માનતા કે એક પરમાણુનો બીજા સજાતીય પરમાણુથી ભેદ સ્વયં થાય છે અને વિશેષપદાર્થ માનવાની કઈ જરૂર નથી? આ પ્રશ્ન પ્રશસ્તપાદે ઊઠાવ્યો છે અને એના ઉત્તરમાં કહ્યું છે કે વિશેષપદાર્થનું સ્વરૂપ જ વ્યાવૃત્તિ (=અલગ હેવારૂપ) છે. એટલે, એક વિશેષની અન્ય વિશેષોથી વ્યાવૃત્તિ સ્વયં થઈ જાય છે. પરંતુ પરમાણુને સ્વભાવ વ્યાવૃત્તિ નથી. તેથી એક પરમાણુની બીજા સજાતીય પરમાણુઓથી વ્યાવૃત્તિ સ્વયં નથી થઈ શકતી. ઉદાહરણાર્થ, કૂતરાનું માંસ સ્વભાવતઃ અશુદ્ધ છે, તેના સંપર્કથી બીજી વસ્તુઓ પર્ણ અશુદ્ધ થઈ જાય છે, તેવી જ રીતે વિશેષપદાર્થો પિતાના સ્વભાવથી જ વ્યાવૃત્તરૂપ છે અર્થાત પરસ્પર અલગ સ્વભાવવાળા છે, એમના સંપર્કથી સજાતીય પરમાણુઓ પણ એકબીજાથી અલગ (વ્યાવૃત્ત) થઈ જાય છે, એ પરમાણુઓને સ્વયં અર્થાત વિશેષપદાર્થ વિના એકબીજાથી ભેદ નથી થઈ શકતો." - પ્રશસ્તપાદને આ ઉત્તર સંતોષજનક નથી. તેથી જ સામાન્યપણે ન્યાયવૈશેષિકના પ્રમેયભાગને સ્વીકારનાર મીમાંસકેએ વિશેષપદાર્થને સ્વીકાર નથી કર્યો.
અણુ, વિશેષ અને સ્વલક્ષણ ન્યાય-વૈશેષિકને વિશેષપદાર્થની તુલના બૌદ્ધદર્શનના “સ્વલક્ષણ (યા ‘ક્ષણ) નામના પદાર્થ સાથે કરવી જરૂરી છે અને રસપ્રદ પણ છે. દિદ્ભાગે બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવનાર તત્વને ‘સ્વવક્ષણના રૂપમાં સ્વીકાર કર્યો છે. લક્ષણો પણ પરમાણુઓની જેમ અનન્ત છે. પ્રત્યેક સ્વલક્ષણનું સ્વરૂપ એ છે કે તે એક સ્વલક્ષણ બીજાં બધાં સ્વલક્ષણોથી અલગ છે (સર્વ વ્યાવૃત્ત છે). સ્વલક્ષણ સર્વવ્યાવૃત્ત છે અને સ્વવ્યાવૃત્ત છે. આમ સ્વલક્ષણ જ અતિમ વિશેષ છે.