________________
ષદ્દે ન
વિજાતીયવ્યાવૃત્તિ) અને કઈ વસ્તુ સાથે તે દ્રવ્યની સમાનરૂપતા – અનુવૃત્તિ – ન કરે તે કેવળ ‘વિશેષ' છે. તેથી તેને અન્તિમ વિશેષ ગણવામાં આવ્યા છે, અર્થાત્ એની અપેક્ષાએ ખીજો કાઈ વિશેષ હોઈ શકતા જ નથી. આમ ‘સામાન્યવિશેષ’ની એક સીમા સત્તા જાતિ છે અને ખીજી સીમા નિત્ય દ્રબ્યામાં રહેનારા ‘વિશેષ' છે, ફેર કેવળ એટલા જ છે કે સત્તાને અન્તિમ સામાન્ય’ યા અેવળ સામાન્ય’ કહેવામાં આવી છે અને તેને સામાન્ય પદાર્થની અન્તગત માની છે જ્યારે વિશેષ—જે અન્તિમ વિશેષ છે—સામાન્યપદાથ ની અન્તગત મનાયેા નથી પંતુ સ્વતંત્ર પદાથ મનાયા છે.
૪૦૪
હવે વિશેષની બાબતમાં એક ખીજી વાત પર વિચાર કરીએ. વિશેષ નિત્ય દ્રબ્યામાં અર્થાત્ પૃથ્વી આદિ ચાર પ્રકારના અણુએમાં અને આકાશ આદિ ચાર વિભુ દ્રવ્યામાં રહે છે. આમ માનવા માટે ન્યાય-વૈશેષિક નીચેના તર્ક આપે છે. ઘટ જેવા સ્થૂળ કાય`થી માંડી ણુક સુધીના અર્થાત્ સમમાં સમ કા સુધીનાં બધાં કાર્યાંના પરસ્પર ભેદ એમના અલગ અલગ અવયવાથી થાય છે. એ ઘડાઓમાં ભેદ એટલા માટે છે કે એક ઘટના અવયવા ખીજા ધટના અવયવેાથી ભિન્ન છે. તેવી રીતે ઘડાના અવયવે અર્થાત્ એ કપાલામાં પરસ્પર ભેદ છે કારણ કે કપાલેાના અવયવેા પરસ્પર ભિન્ન છે, આવી રીતે સૂક્ષ્મ તરફ આગળ વધતાં આપણે અન્તે દ્રષણક સુધી પહોંચીએ છીએ, કારણ કે દૂષણુક સમમાં સૂક્ષ્મ કાય છે. ચણુકથી પણ સમ અણુ છે પણ તે કાય નથી પરંતુ નિત્ય છે. ધડાના એ દ્વચલુકામાં જે વ્યક્તિભેદ છે તે એ એ દ્વષણુકાના અવયવરૂપ અલગ અલગ અણુગ્માને કારણે છે અર્થાત્ તેના અવયવરૂપ અણુએ ભિન્ન ભિન્ન છે. અહીં અવયવાના કારણે જે એ વ્યક્તિઓમાં ભેદ દર્શાવ્યા છે તે. એ વસ્તુ એક જ જાતિની છે. ધટ અને પટના ભેદ અવયવભેદને કારણે નથી પણ જાતિભેદને કારણે છે. પરંતુ એ ઘટ વચ્ચેના ભેદ જાતિભેદને કારણે નથી પણ અવયવભેદને કારણે છે.
પર ંતુ પ્રશ્ન એ ઊઠે છે કે સમાનજાતીય પરમાણુઓમાં પરસ્પર ભેદ કેવી રીતે થશે ? કારણ કે પરમાણુએ નિરવયવ હોવાથી અવયવભેદને કારણે તેમને ભેદ નહિ થઈ શકે. સજાતીય એ યા અનેક અણુએના અલગ અલગ વ્યક્તિત્વને આધાર શા હોઈ શકે ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકાએ વિશેષપદાથ ની કલ્પના કરી છે. સમાનજાતીય અણુઓમાં પરસ્પર ભેદ વિશેષપદાથ થી થાય છે. ૩ પ્રત્યેક પરમાણુમાં વિશેષપદા રહે છે. આ વિશેષ પેાતાના આશ્રયને સજાતીય અણુઓથી વ્યાવૃત્ત કરે છે. આમ વિશેષ અનન્ત છે. પરંતુ કેાઈ શંકા ઊઠાવી