________________
વૈશિષદન
૩૯૫
રહેવું, (૩) સમવાયસંબંધથી રહેવું. આ ત્રણમાંથી એકને પણ દૂર કરવામાં આવે તા લક્ષણ દૂષિત બને. આ હકીકત ક્રમશઃ સમજાવીશું.
છેલ્લી એ વાતાઅર્થાત્ (૧) અનેકમાં રહેવું, અને (૨) સમવાયસ ંબંધથી રહેવુ – —જ લક્ષણમાં મૂકી હેત તેા તે એ વાતા તેા ‘સયેાગ’ નામના ગુણમાં પણ હેાઈ લક્ષણ તેને પણ લાગુ પડત. સ`યેાગ એ વસ્તુઓમાં રહે છે. દંડ અને પુરુષના સંચાગ દંડ અને પુરુષમાં રહે છે. સંયોગ ગુણ છે એટલે તે સચેાગી દ્રવ્યામાં સમવાયસ બધથી જ રહે છે. આમ જો છેલ્લી એ વાતેા જ લક્ષણમાં મૂકી હોત તેા લક્ષણ સંચેગ'ને પણ લાગુ પડત અને પરિણામે અતિવ્યાપ્તિદોષથી દૂષિત થાત. એટલે જ લક્ષણમાં ‘નિત્ય હેાવાની’શરત મૂકવામાં આવી છે. સંચેાગગુણ નિત્ય નથી પણ અનિત્ય છે. તેથી હવે લક્ષણ સંચાગને નહીં લાગુ પડી શકે.૮૨
જો ખીજી વાત અર્થાત્ ‘અનેકમાં રહેવુ' છેડી દેવામાં આવે અર્થાત્ કેવળ એટલુ જ લક્ષણ રાખવામાં આવે કે જે નિત્ય હોય અને સમવાયસંબંધથી રહે' તે। સામાન્યનુ આ લક્ષણ આકાશરિમાણુને લાગુ પડી જશે, કારણ કે આકાશપરિમાણુ નિત્ય આકાશના ગુણુ હેાવાથી સ્વયં નિત્ય છે અને તે આકાશમાં સમવાયસંબંધથી રહે છે. પર ંતુ ‘અનેકમાં રહેવુ’ એ વાત લક્ષણમાં દાખલ કરી લક્ષણને આકાશપરિમાણમાં લાગુ પડતું અટકાવ્યું છે, કારણ કે આકાશપરિમાણુ કેવળ એક આકાશમાં જ રહે છે, અનેકમાં રહેતું નથી.૮૩
જો ત્રીજી વાત અર્થાત્ ‘સમવાયસંબંધથી રહેવું” છેડી દેવામાં આવે અને કેવળ ‘જે નિત્ય હાય અને અનેકમાં રહેતું હાય' એટલુ જ લક્ષણ રાખવામાં આવે તે એ લક્ષણ અત્યન્તાભાવને લાગુ પડે, કારણ કે ન્યાય-વૈશેષિક અનુસાર અત્યન્તાભાવ નિત્ય છે અને અનેકમાં રહે છે. પરંતુ અત્યન્તાભાવ અનેકમાં સ્વરૂપસંબંધથી રહે છે, સમવાયસંબંધથી રહેતા નથી. એટલા માટે સામાન્યના લક્ષણમાં ‘સમવાયસંબંધથી રહેવુ’ એ વાત દાખલ કરી છે. પણિામે સામાન્યનુ લક્ષણ અત્યન્તાભાવને લાગુ પડતું અટકે છે.૪
આ રીતે ત્રણેય અ ંશોથી યુક્ત અર્થાત્ ‘(૧) જે નિત્ય હાય, (૨) અનેકમાં (૩) સમવાયસંબંધથી રહેતું હોય તે”—આ સામાન્યનુ નિર્દોષ લક્ષણ બને છે.