________________
વિશેષિકદર્શન
૩૩
વ્યાવૃત્તિને કારણે બધી ગોવ્યકિતઓમાં એકવને આરોપ થાય છે ? જે કહે કે ગાયોથી ભિન્ન જેટલી વસ્તુઓ છે તે જ “અગો’ શબ્દથી અભિપ્રેત છે તો અમે ન્યાયવૈશેષિક કહીએ છીએ કે ગાય શું છે એ જાણ્યા વિના તેમનાથી ભિન્ન વસ્તુઓને જાણવી અશક્ય છે. ગાય શું છે ? ગાયે તે છે જે “અગો નથી એમ જે કહેશો તે પરસ્પરાશ્રયદોષ આવે છે. અગા એટલે ? જે ગો નથી તે. ગો એટલે ? જે અગો નથી તે. પરિણામે અગોવ્યાવૃત્તિ જ અસંભવ બની જાય છે. અગાવ્યાવૃત્તિ જે વ્યકિતઓમાં છે તે ગાયે છે તેમ માનવું દેશયુક્ત છે. તેને બદલે વિધ્યાત્મક ગોત્વસામાન્ય જે વ્યકિતઓમાં છે તે ગાયો છે એમ માનવું ઠીક છે.૭૭ (૨) જે વસ્તુઓમાં અતકાર્યવ્યાવૃત્તિ હોય છે તે વસ્તુઓમાં અનુવૃત્તિબુદ્ધિ જન્મે છે એમ જે કહ્યું છે તેને અર્થ એ કે જે વસ્તુઓ એક કાર્ય કરે છે તે વસ્તુઓમાં એકવની પ્રતીતિ થાય છે. પરંતુ જે વસ્તુએ એક કાર્ય કરે છે તે વસ્તુઓ પણ પિતપોતાનું ભિન્ન ભિન્ન કાર્ય જ કરે છે. કાર્યો તે અનેક છે પરંતુ તેમની અંદર એકતા છે. આ કાર્યોની એકતાને ખુલાસો કરવા વિધ્યાત્મક સામાન્ય માનવું જોઈશે. એમ ન કરતાં જે કહેવામાં આવે કે તે કાર્યો પણ એક કાર્ય કરે છે અને એ કાર્યથી અન્ય કાર્યોની વ્યાવૃત્તિ તેમનામાં હોઈ તેમનામાં એકતા આપાય છે તે તે અનવસ્થાદોષ આવશે નહિ ? આ જ દલીલ અતકારણવ્યાવૃત્તિને પણ લાગુ પડે છે. એટલે વિધ્યાત્મક સામાન્યને આધારે વ્યક્તિઓમાં એકતા માનવી જોઈએ અને નહિ કે નિષેધાત્મક સામાન્યને આધારે.૭૮ (૩) જાતિ જે કેવળ નિષેધાત્મક (=અપહરૂપ, વ્યાવૃત્તિરૂપ) જ હોય તે જાતિભેદ સંભવે જ નહિ. પરંતુ જાતિઓ એકબીજાથી ભિન્ન છે. એટલે તે કેવળ નિષેધાત્મક અવસ્તુરૂપ ન હોઈ શકે. તેમને પણ સ્વલક્ષણ જેમ વસ્તુસત માનવી જોઈએ. ન્યાય-વૈશેષિકના વસ્તુસત સામાન્ય કેવળ સામાન્યસ્વરૂપ હોઈ તેમનામાં પણ ભેદ નહિ સંભવી શકે એવા આક્ષેપના જવાબમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે સામાન્ય વિધ્યાત્મક હે પિતપોતાના જુદા જુદા સ્વભાવને કારણે પરસ્પર ભિન્ન છે. પરંતુ બૌદ્ધોનાં સામાન્ય કેવળ નિષેધરૂપ, અપહરૂપ, અભાવરૂપ હોવાથી એમને પિતપતાને સ્વભાવ જ નથી એટલે તેમની વચ્ચે ભેદ સંભવી શકે નહિ.૭૮ સામાન્ય અપહરૂપ છે અને જે જે વસ્તુઓનો અપહ (=નિષેધ) કરવામાં આવે છે તે વસ્તુઓના ભેદોને આધારે સામાન્યના ભેદ થાય છે એમ માનવું ઠીક નથી કારણ કે જેમની સાથે તેમનો સંબંધ સંભવે છે તે પિતાના આશ્રયોને આધારે જે તેઓ એક બીજાથી ભિન્ન ન પડી શકતા હોય તો પછી દરવતી અને અસંબદ્ધ એવી નિષેધ્ય (=અપહ) વસ્તુઓને આધારે તેમને ભેદ કેવી રીતે