________________
વૈશેષિકદર્શન
૩૪૩
અને એવી પ્રતીતિઓ આપણને થાય છે. તેનું કારણ પરત્વગુણ અને અપર વગુણ છે.૧૯૧ પરત્વ અને અપરત્વે બે પ્રકારના હોય છે–દેશિક (દિફ સંબંધી) પરત્વ અને અપરત્વ તથા કાલિક (કાળ સંબંધી) પરત્વ અને અપરત્વ.૧૯૨ આ બંને પ્રકારના પરત્વ અને અપરત્વ સ્થિરરૂપે કઈ પણ દ્રવ્યમાં રહેતાં નથી પરંતુ અપેક્ષાબુદ્ધિથી બાહ્ય દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે અને અપેક્ષાબુદ્ધિના નાશથી એમનો નાશ થાય છે. આમાંથી દેશિક પરત્વ અને અપરત્વ પ્રત્યેક મૂર્ત વ્યમાં અર્થાત્ અણુ અને મહત્પરિમાણવાળા દ્રવ્યમાં રહે છે.શ્ય અને કાલિક પરત્વ અને અપરત્વ “જન્ય (=અનિત્ય) પદાર્થોમાં રહે છે.૧૯૪ દેશિક પરત્વ-અપરવની ઉત્પત્તિની પ્રક્રિયા આ પ્રમાણે છે :ઉદાહરણાર્થ, “અમદાવાદથી વડોદરા સુધી’ વચમાં મૂર્ત પદાર્થોના સંયેગો ઓછા હોય છે અને તેની અપેક્ષાએ “અમદાવાદથી મુંબઈ સુધી’ વચમાં મૂર્ત પદાર્થોના સંગે અધિક હેય છે. તેથી આપણને એવું જ્ઞાન થાય છે કે “અમદાવાદથી વડોદરાની અપેક્ષાએ અમદાવાદથી મુંબઈ મૂર્ત પદાર્થોના વધારે સંગોનું વ્યવધાન ધરાવે છે. આ જ્ઞાન અપેક્ષાબુદ્ધિ કહેવાય છે. આ અપેક્ષાબુદ્ધિથી મુંબઈમાં પરત્વગુણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે અમદાવાદથી મુંબઈની અપેક્ષાએ અમદાવાદથી વડોદરા મૂર્ત પદાર્થોના ઓછા સંગોનું વ્યવધાન ધરાવે છે એવી જાતની અપેક્ષાબુદ્ધિથી વડોદરામાં “અપરત્વગુણ ઉત્પન્ન થાય છે.૧૯૫પરંતુ અધિકતર અને
અલ્પતર સંયોગથી વ્યવહિત હવાને અર્થ એ છે કે અધિક્ટર અને અલ્પ- તર સંયોગોને સંબંધ મુંબઈ અને વડોદરા સાથે છે. પણ તે સંબંધ વિભુ
દિક દ્રવ્યને માન્યા વિના ઘટી શકતું નથી. એટલે દિફદ્રવ્યને ન્યાય-વૈશેષિકેએ માન્યું છે.૧૪ આ દેશિક પરત્વ અને અપરત્વ અપેક્ષાબુદ્ધિને નાશથી નાશ પામે છે. ૭ તેવી જ રીતે, જ્યારે આપણે કહીએ છીએ કે “કનુ મનુની અપેક્ષાએ મોટો છે અથવા “મનું કનુની અપેક્ષાએ માને છે તે એને અર્થ એ થાય છે કે કનુમાં કાલિક પરત્વગુણ છે અને મનમાં કાલિક અપરત્વગુણ છે. અહીં “મનુની અપેક્ષાએ કનુને વધુ સુર્યપરિસ્પદ (સૂર્યપરિભ્રમણો) સાથે સંબંધ છે એવી અપેક્ષાબુદ્ધિથી કનુમાં કાલિક પરત્વ ઉત્પન્ન થાય છે, અને કનુની અપેક્ષાએ મનુને ઓછા સૂર્યપરિસ્પદ (સૂર્યપરિભ્રમણ) સાથે સંબંધ છે એવી અપેક્ષાબુદ્ધિથી મનુમાં કાલિક અપરત ઉત્પન્ન થાય છે.૧૮ કઈ શંકા ઊઠાવી શકે કે સૂર્યની ગતિ (પરિભ્રમણ) સૂર્યમાં રહે છે, એને મન કે કનુ સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકે જણાવે છે કે વિભુ “કાળ પદાર્થ આ કારણે જ માનવામાં આવે છે, તે કાળપદાર્થ જ કનુ, મનુ વગેરેને સૂર્યગતિ સાથે સંબંધ કરાવી દે છે. ૧૯૮