SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ તંતુઓને સંગ થતાં અવ્યવહિત ઉત્તર ક્ષણે પટ ઉત્પન્ન થાય છે જ. બે કપાલને સંગ થતાં અવ્યવહિત ઉત્તર ક્ષણે ઘટ ઉત્પન્ન થાય થાય છે જ. અવયવીદવ્ય =કાર્યક્રવ્ય)ની ઉત્પત્તિ માટે અવયને (કારણવ્યોનો) સંયોગ અનિવાર્ય છે. અને સંયોગ થતાં જ અવયવીદ્રવ્યની ઉત્પત્તિ અવશ્ય થાય છે. વળી, એ સંગ જ ચમત્કાર છે કે કારણદ્રવ્યમાં કોઈ પણ પરિવર્તન થયા વિના જ કાર્યદ્રવ્ય ઉત્પન્ન થાય છે. સંગ ગુણનું કારણ છે. ગુણોત્પત્તિમાં સંગ કારણ છે. એ વાત ધ્યાનમાં રાખીએ કે બધા જ ગુણની ઉત્પત્તિમાં સંયોગ કારણ નથી પરંતુ બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ, તૂલ પરિમાણ, સંગજ સંગ, નૈમિત્તિક દ્રવત્વ, પરત્વ, અપરત્વ અને પાકજ ગુણેની જ ઉત્પત્તિમાં સંયોગ કારણ છે. ૩૭ આ ગુણને ઉત્પન્ન કરવા માટે સંયોગને બીજાં કારણેની સહાય લેવી પડે છે. તે તે ગુણના અમે કરેલા નિરૂપણને જોઈ જવાથી આ વાતની પ્રતીતિ થઈ જ જશે. તેમ છતાં કેટલાંક ઉદાહરણે અમે અહીં રજૂ કરીએ છીએ. આત્મ-અનસંગ બુદ્ધિને ઉત્પન્ન કરવામાં ઈચ્છાની અપેક્ષા રાખે છે. અમુક વિષયને જાણવાની ઈચ્છા થતાં અણુ મન તે વિષયને ગ્રહણ કરવા માટે ગ્ય જે ઈન્દ્રિય છે તેની સાથે જોડાય છે અને મનસંયુક્ત તે ઈન્દ્રિય પિતાના ઉપસ્થિત વિષયને ગ્રહણ કરે છે, પરિણામે મનસંયુક્ત આત્મામાં તે વિષયની બુદ્ધિ ઉપન્ન થાય છે. આમ બુદ્ધિને ઉત્પન્ન કરવામાં આત્મનિઃસંગને ઈચ્છાની અપેક્ષા છે; આત્મમ:સંગને પિતાના સ્વાત્મલાભ માટે ( પતાની . ઉત્પત્તિ માટે) ઈચ્છાની અપેક્ષા નથી. પાકજ રૂપ વગેરે ગુણ અનિસાગજન્ય છે. અગ્નિસંગને તે ગુણે ઉત્પન્ન કરવા માટે અગ્નિની ઉષ્ણતાની અપેક્ષા છે. અગ્નિસંગને પિતાની ઉત્પત્તિ માટે ઉષ્ણતાની અપેક્ષા નથી. દિકનેપિંડસંગ અને કાળ-પિંડસંગ અનુક્રમે દેશિક પરવાપરત્વને અને કાલિક પરતાપરત્વને ઉત્પન્ન કરવા માટે અપેક્ષાબુદ્ધિ ઉપર આધાર રાખે છે. અહીં સંગને પિતાની ઉત્તિ માટે અપેક્ષાબુદ્ધિની જરૂર નથી પરંતુ પરત્વાપરત્વની ઉત્પત્તિ કરવા માટે અપેક્ષાબુદ્ધિની જરૂર છે. આમ જે ગુણે સંગજન્ય છે તે ગુણોને ઉત્પન્ન કરવા માટે સંગને અન્ય કારણોની સહાયની અપેક્ષા છે.૩૮ સંગ કમની ઉત્પત્તિમાં કારણ છે. પરંતુ બધાં જ કર્મો સંયોગથી ઉત્પન્ન થતાં નથી. કેટલાંક કર્મો સંગ વિના ઉત્પન્ન થાય છે. જે કર્મો સીગજન્ય છે તે કમેને ઉત્પન્ન કરવા માટે સંગને અન્યની અપેક્ષા રાખવી
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy