________________
૩૧૮
પડદન પાંચમી ક્ષણમાં દિસામાન્યનું જ્ઞાન થાય છે. છઠ્ઠી ક્ષણમાં બે સંખ્યાનું જ્ઞાન થાય છે. સાતમી ક્ષણમાં ‘આ બે ઘડાછે એ રીતે બે સંખ્યાવિશિષ્ટ બે ઘડાઓનું જ્ઞાન થાય છે. આઠમી ક્ષણમાં એ જ્ઞાનથી આત્મામાં સંસ્કાર ઉત્પન્ન થાય છે.
આપણે જોઈ ગયા કે અનેકદ્રવ્ય સંખ્યાઓ બાહ્ય દ્રવ્યમાં અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. સંખ્યા ગુણ છે. ગુણ અર્થ છે. એટલે પ્રશ્ન ઊભો થાય છે. કે અર્થને બુદ્ધિજન્ય કઈ રીતે માની શકાય ? અર્થાત , જે તે બુદ્ધિજન્ય હોય તે તેને અર્થ ગણી જ કેમ શકાય ? આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિક નીચે પ્રમાણે કરે છે. તેઓ કહે છે જ્ઞાનથી અર્થની ઉત્પત્તિ એ કઈ અલૌકિક ઘટના નથી, કારણ કે જ્ઞાનથી સુખ વગેરેની ઉત્પત્તિ થાય જ છે અને સુખ વગેરે પણ ગુણો હેઈ અર્થ છે. અહીં કોઈ શંકા ઊઠાવી શકે કે સુખ વગેરે તે આંતર અર્થ છે જ્યારે સંખ્યા તો બાહ્ય અર્થ છે; જ્ઞાનથી બાહ્ય અર્થની ઉપત્તિ થતી દેખાતી નથી. આ શંકાના સમાધાનરૂપે ન્યાય-વૈશેષિક જણાવે છે કે આંતર અર્થની ઉપત્તિ જ્ઞાનથી થતી જણાય છે જ્યારે બાહ્ય અર્થની ઉત્પત્તિ જ્ઞાથી થતી હોવા છતાં જણાતી નથી એ તે તેમનો ભેદમાત્ર સૂચવે છે. હકીકતમાં તો આંતર અને બાહ્ય બંને પ્રકારના અર્થો બુદ્ધિજન્ય છે. ઉદાહરણાર્થ, ઘડે બાહ્ય અર્થ છે; ઘડાની ઉત્પત્તિમાં કુંભારની બુદ્ધિ નિમિત્તકારણ છે જ. તેવી જ રીતે, સંખ્યા પણ બાહ્ય અર્થ હોવા છતાં તેની ઉપત્તિમાં અપેક્ષાબુદ્ધિ નિમિત્ત
કારણ છે. ૦૭
બે ઘડાઓમાંના પ્રત્યેક ઘડામાં રહેલી એક સંખ્યા જ તે ઘડાઓમાં બે સંખ્યાની ઉત્પત્તિ કરે છે એમ માનીને, તેની ઉત્પત્તિમાં અપેક્ષાબુદ્ધિને પણ શા માટે કારણુ માન છે -આવા પ્રશ્નનો ન્યાય-વૈશેષિક આ પ્રમાણે ઉત્તર આપે છે : જે બે સંખ્યાને (અને અન્ય અનેકદ્રવ્ય સંખ્યાને બુદ્ધિજન્ય ન માનીએ તે બધા જ્ઞાતાઓને તે સાધારણ વિષય બની જાય, પરંતુ હકીકતમાં તો બે ઘડામાં બેસંખ્યાનું જ્ઞાન બે ઘડાને જેનાર બધી વ્યક્તિઓને થતું નથી પણ અમુકને જ થાય છે. રૂપ સાધારણ વિષય છે. જે કઈ ઘડાને જુએ છે તે બધાને રૂપનું જ્ઞાન થાય છે. પરંતુ અનેકદ્રવ્ય સંખ્યાની બાબતમાં એવું નથી. તેનું કારણ છે તેનું બુદ્ધિજન્ય હેવું તે. અનેકદ્રવ્ય સંખ્યા અપેક્ષાબુદ્ધિજન્ય હોઈ જે વ્યક્તિની બુદ્ધિથી તે ઉત્પન્ન થાય છે તે વ્યક્તિને જ તેનું જ્ઞાન થાય છે, બીજી વ્યકિતઓને તેનું જ્ઞાન થતું નથી. ૧૦૮
અનેકદ્રવ્ય સંખ્યાઓનો નાશમ ઉપર જે આઠ ક્ષણો જણાવી ગયા છીએ તેમાં ત્રીજી ક્ષણે એકવસામાન્યજ્ઞાનને નાશ થાય છે. આથી ક્ષણે કોઈનો