________________
વૈશેષિકર્શન
૩૧૩ તેથી શરીર ઊભું રહે છે, ચાલે છે, બેસે છે પરંતુ નીચે પડી જતું નથી. ઉપર ફેકેલી વસ્તુના ગુરુત્વનો પ્રતિબંધક છે વેગરૂપ સંસ્કાર. તેથી ઉપર ફેકેલી વસ્તુ જ્યાં સુધી તેનામાં વેગ હોય છે ત્યાં સુધી નીચે પડતી નથી.
પાર્થિવ અને જલીય પરમાણુઓમાં ગુરુત્વ નિત્ય હોય છે પરંતુ અવ્યવીરૂપ પાર્થિવ અને જલીય અનિત્ય દ્રવ્યોમાં ગુરુત્વ અનિત્ય હોય છે. અવયવનું ગુરુત્વ અવયવીના ગુરુત્વનું અસમવાધિકારણ છે. અવયવીનો નાશ થયા પછી જ અવયવીના ગુરુત્વનો નાશ થાય છે.૮૩
ન્યાય-વૈશેષિકને મતે કારણ અને કાર્ય ભિન્ન છે. કારણ અવયવરૂપ છે અને કાર્ય અવયવીરૂપ છે. અવયવીરૂપ કાર્ય અવરૂપ કારણમાં સમવાયસંબંધથી રહે છે. આનો અર્થ એ થાય કે અવયવોને પિતાનું ગુરુત્વ હોય છે અને અવયવીને પિતાનું ગુરુત્વ હોય છે. અવયવીનું વજન કરતી વખતે સાથે સાથે અવયનું પર્ણ વજન થાય છે જે કારણ કે અવયવી અવયમાં સમવાયસંબંધથી રહે છે. એટલે એકલા અવયવીનું વજન શક્ય ન હોવા છતાં તે વજન અવયવોના વજનથી વધારે તે હોવું જ જોઈએ, પરંતુ તે વજન અવયના વજનથી વધારે હેતું નથી. આ સમસ્યાની ચર્ચા આપણે કાર્ય કારણભાવની ચર્ચા વખતે કરી ગયા છીએ એટલે ફરી અહીં તેની ચર્ચા કરતા નથી. - (૭) વવવ—જે ગુણ ચન્દનક્રિયાનું (વહેવાની ક્રિયાનું કારણ છે તે ગુણ દ્રવત્વ છે. તે બે પ્રકારનું છે-સાંસિદ્ધિક અને નૈમિત્તિક. સાંસિદ્ધિક એટલે સ્વાભાવિક નેમિત્તિક એટલે અગ્નિસાગરૂપ નિમિત્તથી જન્ય. દ્રવત્વગુણ જળ, પૃથ્વી અને તેજ આ ત્રણ દ્રવ્યમાં જ હોય છે. પરંતુ જળનું ક્વત્વ સાંસિદ્ધિક છે જ્યારે પૃથ્વી અને તેજનું દ્રવત્વ નૈમિત્તિક છે. બરફ પણ જળદ્રવ્ય છે છતાં તેમાં દ્રવત્વ કેમ જણાતું નથી આ પ્રકન આપણે ચચી લીધો છે એટલે એની ચર્ચા ફરી કરતા નથી. મીણ, લાખ, ઘી, વગેરે પાર્થિવ દ્રવ્યમાં નૈમિત્તિક (=અગ્નિસંગજન્ય) વત્વ છે. સોનું તેજસ દ્રવ્ય છે. તેનું કવત્વ પણ નૈમિત્તિક છે.૮૫
(૭) સ્નેહ–સ્નેહગુણ જળને વિશેષગુણ છે. આ ગુણને કારણે રેત, લેટ, વગેરે ચૂર્ણમાં પાણી ભળવાથી ચૂર્ણ કર્ણને સંગ્રહ થાય છે અને પિંડ બને છે. સ્નેહરુણ મૃા, વગેરેનું પણ કારણ છે. પ્રજાનો અર્થ વૈશઘ(glossiness) છે. જલીય પરમાણુઓમાં સ્નેહગુણનિત્ય હોય છે. જલીય કાર્યક્રવ્યો(અવયવીઓ)