________________
વૈરોષિકદન
૨૯૭
=
ચાય છે દ્રવ્યનું પરિવર્તન — ખરેખર તેા પૂવી ગુણો સાથે દ્રવ્યને નાશ અને નવા ચુણા સાથે નવા દ્રવ્યની ઉત્પત્તિ.
બીજી બાજુ, દ્વિ વગેરે સંખ્યા, દ્વિપૃથ વગેરે પૃથક્ત્વ, પત્ન, અપરત્વ, સંયેાગ, વિભાગ ગુણીને આપણે પ્રાપ્તિસત્ ગણ્યા છે. આ ગુણા અયાવદ્રવ્યભાવી છે. આ ઉપરથી જણાય છે કે વસ્તુસત્ ગુણા યાવદ્રવ્યભાવી છે જ્યારે પ્રજ્ઞપ્તિસત્ ગુણા અયાવદ્રવ્યભાવી છે.
આત્માના વિશેષગુણે ખ્રુદ્ધિ વગેરે અયાવદ્રવ્યભાવી છે. અહીં... એ ધ્યાનમાં રાખીએ કે પૃથ્વી વગેરે દ્રવ્યાના વિશેષગુણા યાવદ્રવ્યભાવી છે. વળી, આત્માના વિશેષગુણા અયાવદ્રવ્યભાવી હાવા છતાં તેને પ્રજ્ઞપ્તિસત્ કહીશું નહિ કારણ કે આત્માના ગુણાની ખાખતમાં વસ્તુસત્ યા પ્રજ્ઞપ્તિસત્ત્ના પ્રશ્ન ઊઠાવવા અયેાગ્ય છે. (૫) ગુણામાં કાર્ય કારણભાવ
જે દંનમાં ગુણાને તેમના આશ્રયભૂત દ્રવ્યથી ભિન્ન ગણવામાં આવતા હોય તે દર્શીનમાં ગુણાની કારણસામગ્રી તેમના આશ્રયભૂત દ્રવ્યની કારસામગ્રીથી ભિન્ન હોય એ સ્વાભાવિક છે. પટની બાબતમાં, તંતુએ પટના સમવાયિકારણ છે અને તંતુસ યાગ પટના અસમવાયિકારણ છે. પટના રૂપ વગેરે ગુણેની બાબતમાં, તેમનું સમવાયિકારણ પટ પેાતે છે, જેમાં તે સમવાયસંબંધથી રહે છે. કાય સમવાયિકારણમાં સમવાયસંબંધથી રહેતું હોઇને અને પટરૂપ પટમાં સમવાયસંબંધથી રહેતુ હાઈ ને પટને પટરૂપનું સમવાર્ષિકારણ ગણવામાં આવ્યું છે. પર ંતુ આ માન્યતામાં કેટલીક મુશ્કેલી રહેલી છે. પટ અને પટરૂપ સમકાલ અસ્તિત્વમાં આવે છે, તેથી એક બીજાનું કારણ ન હેાંઈ શકે, કારણ કે કારણ હમેશાં કાર્ય પૂર્વવતી હેાય છે. આવી શંકાનું સમાધાન કરતાં ન્યાયવૈશેષિક ચિંતા ઉત્તર આપે છે કે પટ – હકીકતમાં કાઈ પણ દ્રવ્ય – કાળની દષ્ટિએ તેના રૂપ વગેરે ગુણા કરતાં એક ક્ષણ પહેલાં ઉત્પન્ન થાય છે. આને અથ એ કે પટ યા કોઈ પણ દ્રવ્ય પેાતાની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ હોય છે.૩૩ શું આપણે આવા નિર્ગુ`ણુ દ્રવ્યની કલ્પના કરી શકીએ ? ન્યાયવૈશેષિકા તા કરે છે. તેએ જણાવે છે કે આનાથી વ્યવહારમાં કંઈ મુશ્કેલી ઊભી થતી નથી કારણ કે તેની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે જ દ્રવ્યને નિર્ગુણ માન્યું છે, જે ક્ષણે આમેય તેનું જ્ઞાન થવું અશકય છે.
ગુણાના અસમવાયિકારણુ બાબતે ન્યાયવૈશેષિક ચિંતા માને છે કે કારણદ્રવ્યનો ગુણ કાર્ય દ્રવ્યના તે જ ગુણનું અસમવાયિકારણ છે. ઉદાહરણાથ,