________________
વૈશેષિકદ ન
૧૯૩
અવયવી એ ભિન્ન દ્રવ્યો છે. સંચેાગ, વિભાગ, સંખ્યા, એકપૃથક્ત, ગુરુત્વ, દ્રવત, વેગ, ધમાઁ અને અધમ ઉભયત્રારંભક છે, અર્થાત્ આ ગુણો સ્વાશ્રયભૂત દ્રવ્યમાં કે અન્યત્ર પેાતાની કાય ભૂત વસ્તુને ઉત્પન્ન કરે છે. ઉદાહરણાથ, તંતુસયેાગ તંતુઓમાં સમવાયસંબંધથી રહે છે. તંતુસંયોગ પટને ઉત્પન્ન કરે છે. આ પટ જેમાં ત ંતુસ યોગ સમવાયસંબંધથી રહે છે તે જ તંતુઓમાં સમવાયસબધથી રહે છે. વિષય-ઇન્દ્રિયસ યાગ વિષય અને ઇન્દ્રિયમાં સમવાયસંબંધથી રહે છે પરંતુ તેનાથી ઉત્પન્ન થતુ જ્ઞાન તે આત્મામાં સમવાયસંબંધથી રહે છે.૨૦
(૯) ક્રિયાહેતુ-અસમવાયિકારણ-નિમિત્તકારણુ-ઉભયકારણ-કાણુ — ગુરુત્વ, વત્સ, વેગ, પ્રયત્ન, ધર્યાં, અધ અને વિશેષ પ્રકારના સંયોગ આ ગુણો ક્રિયાનાં કારણા છે અર્થાત્ ક્રિયાત્પાદક છે. ઉદાહરણાં, ગુરુત્વગુણને કારણે દ્રશ્યમાં પતનક્રિયા થાય છે. રૂપ, રસ, ગંધ, અનુ સ્પ, સંખ્યા, પરિમાણુ, એકપૃથ, સ્નેહ અને શબ્દ ગુણા અસમવાયિકારણ છે. ઉદાહરણાં, તન્નુરૂપ પટરૂપનું અસમવાયિકારણ છે.. ખ઼ુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધ અને ભાવના નિમિત્તકારણેા છે. ઉદાહરણા, સુખ ઇચ્છાનું નિમિત્તકારણ છે. સચેાગ, વિભાગ, ઉષ્ણુસ્પ, ગુરુત્વ, વત્વ અને વેગ ગુણા અસમવાયિકારણ કે નિમિત્તકારણ હેાય છે. તેથી તેમને ઉભયકારણ માનવામાં આવ્યા છે. ઉદાહરાથ, શબ્દોત્પત્તિમાં ભેરી-દંડસંયોગ નિમિત્તકાણ છે અને ભેરી-આકાશસ યાગ અસમવાયિકારણ છે; ઉષ્ણસ્પશ` ઉષ્ણસ્પશની ઉત્પત્તિમાં અસમવાયિકારણ છે અને યાકજ ગુણાની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે; ઈત્યાદિ પરત્વ, અપરત્વ, દ્વિત વગેરે સંખ્યા અને દ્વિપૃથક્ત્વ વગેરે પૃથા આ બધા ગુણા કેાઈનુ ંય કાઈ જાતનું કારણ નથી. આ વિભાગ ઉપરથી એ ફલિત થાય છે કે ગુણા કદીય સમવાયિકાણુ હેાતા નથી.૨૧
(૧૦) પ્રદેશવૃત્તિ-આશ્રયવ્યાપી — સંયોગ, વિભાગ, શબ્દ અને ખુદ્ધિ વગેરે આત્માના નવ વિશેષગુણા પ્રદેશવૃત્તિ (=અવ્યાપ્યવૃત્તિ) છે, અર્થાત્ આ ગુણા જે દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે તે દ્રવ્યને વ્યાપીને રહેતા નથી પણ તે દ્રવ્યના અમુક પ્રદેશમાં જ રહે છે. આ ગુણા સિવાયના બધા ગુણા આશ્રયવ્યાપી છે અર્થાત્ પોતે જે દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે તે દ્રવ્યને સમગ્રપણે વ્યાપીને રહે છે.૨૨
(૧૧) ભૌતિક-પરાભૌતિક-આત્મિક — ચોવીસ ગુણાની યાદીનુ નિરીક્ષણુ કરવાથી જણાય છે કે કેટલાક ગુણા ભૌતિક (physical) છે, કેટલાક ગુણા