________________
વૈરોષિકદ ન
૨૯૧
(=સંસ્કારના એક પ્રકાર) અને શબ્દ વિશેષગુણા (=વૈશેષિકગુણા) છે. જે ગુણ પોતાના આશ્રયભૂત દ્રવ્યને ખીજાં દ્રવ્યેાથી જુદું પાડી આપે છે તે ગુણને વિશેષગુણ કહેવામાં આવે છે. સંખ્યા, પરિમાણુ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વે, અપરત્વે, ગુરુત્વ, નૈમિત્તિકવત્વ અને વંગ (સંસ્કારનેા એક પ્રકાર) સામાન્યગુણા છે. જે ગુણ પેાતાના આશ્રયભૂત દ્રવ્યને ખીજા` દ્રવ્યોથી વ્યાવૃત્ત કશ્તા નથી તે સામાન્યગુણ છે.૧૪
-
(૪) એકેન્દ્રિયગ્રાહન્દ્રાન્દ્રિયગ્રાહ-અન્તઃકરણગ્રાહ્યુ-અતીન્દ્રિય — શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પ્રત્યેક ખાદ્ય એક જ ઇન્દ્રિયથી ગૃહીત થાય છે. સંખ્યા, પરિમાણ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વ, અપક્ષ, દ્રવ, સ્નેહ અને વેગ પ્રત્યેક એ ઇન્દ્રિયથી (ચક્ષુ અને સ્પેન ઇન્દ્રિયથી) ગૃહીત થાય છે. મુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન અન્તઃકરણથી ગૃહીત થાય છે. ગુરુત્વ, ધ, અધમ અને ભાવના અતીન્દ્રિય છે.૧૫
(૫) કારણગુણુપૂર્ણાંક-અકારણગુણપૂર્વક અપાકજ રૂપ, રસ, ગન્ધ, સ્પ, પરિમાણ, એકત્વ, એકપૃથક્ત્વ, ગુરુત્વ, દ્રવ, સ્નેહ અને વેગ આ ગુણો કારણગુણપૂર્વક છે—અર્થાત્ આ ગુણો પોતાના આશ્રયભૂત દ્રવ્યના (= અવયવીના) અવયવમાં રહેનાર ગુÈાથી ઉત્પન્ન થાય છે. પરંતુ મુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ, અધર્મ, ભાવના અને શબ્દ ગુણી અકારણુગુપૂર્ણાંક છે કારણ કે મુદ્ધિથી માંડી ભાવના સુધીના ગુણા નિરવયવ આત્માના છે અને શબ્દ નિરવયવ આકાશનો ગુણ છે. આત્મા અને આકાશને અવયવારૂપ કારણ ન હોઇ તેમના ગુણો અકારગુણપૂર્વક છે. ૧૬
(૬) સંયોગજ-કમ જ-વિભાગજમ્મુદ્રપેક્ષ — મુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, પરિમાણુ, ઉત્તર સંચાગ (= સયાગજ સયેાગ), નૈમિત્તિક દ્રવત્વ, પરત્વ, અપહ્ત્વ અને પાકજ રૂપ વગેરે ગુણા સંચાગજન્મ છે. સંયેાગ, વિભાગ અને વેગ ક`જન્ય છે. સયાગજ સયાગ અને વિભાગજ વિભાગને બાદ કરતાં બાકીના બધા સયાગ અને વિભાગેા કર્મ જન્મ છે. શબ્દ અને ઉત્તર વિભાગ (= વિભાગજ વિભાગ) વિભાગજન્ય છે. પરત્વ, અપરત્વ, દ્વિત્ય વગેરે સંખ્યા અને દ્વિપૃથક્ વગેરે પૃથાની ઉત્પત્તિ બુદ્ધિન સાપેક્ષ છે. ૧૭
(૭) સમાનજાત્યાર ભક-અસમાનાત્યાર ભક-સમાનાસમાનજાત્યાર ભક૧૮ – રૂપ, રસ, ગંધ, અનુષ્ણુ સ્પર્શ, શબ્દ, પરિમાણુ, એકત્વસંખ્યા, એકપૃથસૂત્વ