________________
પદન
એક શંકા કેઈને ઉદ્ભવે છે કે સામાન્ય અને વિશેષ પણ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. નિર્ગુણ છે અને સંગ-વિભાગની ઉત્પત્તિમાં કારણ નથી કે ક્રિયાત્મક નથી. આથી ઉપરની ગુણની વ્યાખ્યા તેમને પણ લાગુ પડશે અને પરિણામે વ્યાખ્યા અતિવ્યાપ્તિદોષથી દૂષિત થશે. કદાચ આ શંકાના સમાધાન માટે પ્રશસ્તપાદે એક વધુ પદ “ગુજવાસ વેઠ્ઠ ગુણની વ્યાખ્યામાં દાખલ કર્યું છે. સામાન્ય અને વિશેષમાં જાતિ નથી જ્યારે ગુણમાં જતિ છે. ગુણમાં કઈ જાતિ છે ? ગુણમાં ગુણવજાતિ છે.
(૩) ગુણની સૂચી કણદે સત્તર ગુણો ગણાવ્યા છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથર્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન.૧૦ પ્રશસ્તપાદે આ સત્તર ગુણમાં બીજા સાત ઉમેરી કુલ ગુણો વીસ ગણાવ્યા છે. તેમણે ઉમેરેલા સાત ગુણો આ છે—ગુરુત્વ, વત્વ, સ્નેહ, ધર્મ, અધર્મ, શબ્દ અને સંસ્કાર.૧૧
(૪) ગુણવિભાગ , (૧) મૂર્ત-અમૂર્ત-મૂતમૂર્ત –– રૂપ, રસ, મધ, સ્પર્શ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, વત્વ, સ્નેહ અને વેગ (=સંસ્કારને એક પ્રકાર) મૂર્ત દ્રવ્યમાં જ રહે છે. તેથી તેમને મૂર્ત ગુણો કહ્યા છે. બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના (= સંસ્કારનો એક પ્રકાર) અને શબ્દ અમૂર્ત દ્રવ્યોમાં જ રહે છે. તેથી તેમને અમૂર્ત ગુણે કહ્યા છે. સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંગ અને વિભાગ મૂર્ત તેમ જ અમૂર્ત બંને પ્રકારનાં દ્રવ્યમાં રહે છે. તેથી તેમને મૂર્તામૂર્ત ગુણો કહ્યા છે.૧૨
(૨) અનેકવૃત્તિ-એકેકવૃત્તિ – સંગ, વિભાગ, દ્વિવ વગેરે સંખ્યાઓ, દિપૃથકત્વથી માંડી બધાં પૃથફો અનેકવૃત્તિ છે અર્થાત એમને પ્રત્યેક અનેક દ્રવ્યમાં જ રહે છે. ઉદાહરણાર્થ, એક સંયોગનો આશ્રય એક દ્રવ્ય નથી પણ અનેક દ્રવ્યો છે. બાકીના બધા ગુણો એકેકવૃત્તિ છે અર્થાત પ્રત્યેક ગુણ એક એક દ્રવ્યમાં જ રહે છે. એક રૂપવ્યક્તિ એક જ દ્રવ્યમાં રહે છે. ૩ .
(૩) વિશેષગુણ-સામાન્યગુણ – રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, સ્નેહ, સાંસિદ્ધિક દ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, ભાવના