________________
૨૮૮.
પદર્શન
ગુણને પણ અર્થશબ્દવા ગણે છે. “અર્થ શબ્દનો અર્થ થાય છે બાહ્ય અસ્તિત્વ ધરાવનાર વસ્તુ યા બુદ્ધિનિરપેક્ષ જેનું અસ્તિત્વ છે તે’. ન્યાય-વૈશેષિક અનુસાર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સામાન્ય છે. વળી, દ્રવ્યમાં દ્રવ્યત્વસામાન્ય છે, ગુણમાં ગુણત્વ સામાન્ય છે અને કર્મમાં કર્મત્વ સામાન્ય છે. આમ દ્રવ્ય, ગુણ, કર્મમાં જ સામાન્યના રૂપમાં ધર્મો છે. બાકીના ત્રણ પદાર્થોમાં– સામાન્ય, વિશેષ અને સમવાયમાં–તો આવા ધર્મો જ નથી. ધર્મવિહીનનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારવું કઠણ છે, જ્યારે જેને ધર્મો છે તેનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારવું જ જોઈએ.
(૨) ગુણવ્યાખ્યા ન્યાય-વૈશેષિક અનુસાર ગુણની વ્યાખ્યા છે જે દ્રવ્યમાં રહે છે (ાથી), જે પોતે ગુણરહિત છે (અrળવાન) અને જે બીજાની અપેક્ષા રાખ્યા વિના સંયોગને અને વિભાગને ઉત્પન્ન કરવા અસમર્થ છે (સંચોળવિમાનેવું અગમ્ અનપેક્ષ:) તે ગુણ છે.
(૧) કથાત્રયી–ગુણ દ્રવ્યાશ્રયી છે. ગુણ દ્રવ્યમાં જ રહે છે અને દ્રવ્યમાં રહે જ છે. ગુણને આધાર દ્રવ્ય છે. ગુણ નિરાધાર રહી શક્તા નથી. પરંતુ ગુણ દ્રવ્યમાં ખાસ સંબંધથી રહે છે. તે સંબંધ છે સમવાયસંબંધ. આને અર્થ એ કે દ્રવ્યમાં ગુણ સમવાયસંબંધથી રહે છે. દ્રવ્ય અને તેના ગુણ વચ્ચે અત્યંત ભેદ હોવા છતાં તેમની વચ્ચે સમવાયસંબંધ હોવાથી એક બીજા વિના ઉપલબ્ધ થતું નથી, એટલે આપણને એવું લાગે છે કે તેમની વચ્ચે અભેદ છે. ન્યાયવૈશેષિકની આવી માન્યતાને કારણે નિત્ય દ્રવ્યોમાં ગુણોને ઉત્પાદ-વ્યય સંભવે છે. ગુણોની અનિત્યતા નિત્ય દ્રવ્યની નિત્યતાને કંઈ અસર કરતી નથી. બુદ્ધિ ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણે બુદ્ધિને ઉત્પાદ-વ્યય થતો રહે છે. તેમ છતાં તે જે દ્રવ્યને ગુણ છે તે આત્મદ્રવ્ય તે ફૂટસ્થનિત્ય છે. . (૨) માનવાન–કેવળ ગુણો જ સમવાયસંબંધથી દ્રવ્યમાં રહેતા નથી. દ્રવ્ય પણ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. અવયવીરૂપ દ્રવ્ય (કાર્યક્રવ્ય દા. ત. પટ) તેના અવયવરૂપ દ્રવ્યમાં (કારણદ્રવ્યમાં દા. ત. તંતુઓમાં) સમવાયસંબંધથી રહે છે. આમ દ્રવ્ય દ્રવ્યાશ્રયી હોઈ શકે છે. તેમ છતાં દ્રવ્ય ગુણ નથી કારણ કે ગુણ દ્રવ્યાશ્રયી હોવા ઉપરાંત અગુણવાન છે જ્યારે દ્રવ્ય પિત. તે ગુણવાન છે. બધાં દ્રવ્યો ગુણવાન હોય છે. પરંતુ ગુણ પિતે કદીય ગુણવાન હોતું નથી. રતાશ, કાળાશ વગેરે રૂપગુણના ગુણ નથી પરંતુ રૂપગુણના વિવિધ પ્રકારે