________________
૧૨
ષગ્દર્શન
.
*
હાય છે તે પેાતાના પ્રકાશને માટે ખીજાની અપેક્ષા રાખતા નથી, જેમ કે દીપક. પરંતુ આ વાત બરાબર નથી. દીપક પેાતાનાથી અન્ય વસ્તુએના પ્રત્યક્ષના ઉત્પાદનમાં તે વિષય જે જગ્યાએ રહેલા હાય છે.તે જગ્યામાં રહેલા અધકારને દૂર કરવાનું જ કામ માત્ર કરે છે. પેાતાના પ્રત્યક્ષના ઉત્પાદન માટે અંધકારને દૂર કરવાનું કામ દીપક પાતે જ કરી લે છે. એટલે દીપકના પ્રત્યક્ષને માટે બીજો દીપક લાવવે જરૂરી નથી, પરંતુ ત્યાંય ચક્ષુ વગેરેની અપેક્ષા તેા રહે છે જ. એટલે દીપક ખરેખર સ્વપ્રકાશક ન ગણાય. તે સ્વપ્રકાશક ખરા અર્થમાં ત્યારે જ ગણાય જો તેને પેાતાનું જ્ઞાન ઉત્પન્ન કરવા ચક્ષુ વગેરેની સહાય ન લેવી પડતી હેાય. જેમ દીપકને પેાતાના ગ્રહણ માટે પરની અપેક્ષા છે, તેમ જ્ઞાનને પણ પેાતાના ગ્રહણને માટે પરની અપેક્ષા છે. એટલે જ્ઞાનં સ્વપ્રકાશક ન ગણાય. વળી, જ્ઞાન પાતે જ પેાતાનુ ં ગ્રહણ કરી શકે નહિ. ગમે તેટલા કુશળ નટ હાય પણ પેાતે પેાતાના ખભા ઉપર ચડી શકે નહિ. (ર) ‘નીલ’ અને ‘નીલજ્ઞાન’ના અભેદને પુરવાર કરવા “નીલ”નું અને ‘નીલજ્ઞાન’તુ એક સાથે ગ્રહણ થતું હેાવાથી” (સહેાપલમ્મનિયમાત્) એ હેતુ આપવામાં આવે છે. પરંતુ આ હેતુના વિચાર કરીએ તેા જણાશે કે તેમાં જ ‘નીલજ્ઞાન'થી અતિરિક્ત ‘નીલ’ વસ્તુને સ્વીકાર રહેલા છે. બીજું, ખરેખર તેા ‘નીલ’તુ અને ‘નીલજ્ઞાન’નું ગ્રહણ એક સાથે થતુ જ નથી, કારણ કે નીલ'ની પ્રતીતિ થયા પછી અવ્યવહિત ઉત્તરવી ક્ષણે ‘નીલજ્ઞાન’ની પ્રતીતિ થાય છે. વળી, ‘નીલ’ અને નીલજ્ઞાનને અભેદ નથી કારણ કે ‘નીલ'ની પ્રતીતિ બહિર્મુ ખપ્રવણ હોય છે જ્યારે ‘નીલજ્ઞાન’ની પ્રતીતિ અંતમુ`ખપ્રવણ હેાય છે. (૩) જ્ઞાનમાં ભાસતા આકારા જ્ઞાનના જ હોય છે એમ માનવું યોગ્ય નથી. જો જ્ઞાનમાં ભાસતા આકારા જ્ઞાનના જ હોય તે ‘હું નીલ છુ” એવી જ પ્રતીતિ થવી જોઈ એ અને કદીય આ નીલ છે’” એવી પ્રતીતિ ન થવી જોઈ એ. પરંતુ પરિસ્થિતિ એવી નથી. આ દર્શાવે છે કે ‘આ નીલ ’ એ જાતની પ્રતીતિ જ્ઞાનમાં ભાસતા આકાર। બાહ્ય વસ્તુએના પણ હોય છે એ પુરવાર કરે છે.૧૦ (૪) વાસનાવૈચિત્ર્યને આધારે જ્ઞાનના આકારેાના વૈચિત્ર્યતા ખુલાસા કરવા જતાં અનેક મુશ્કેલીએ ઊભી થશે. અમે વૈશેષિક પૂછીએ છીએ કે વાસનાવૈચિત્ર્ય જ્ઞાનથી અભિન્ન છે કે ભિન્ન જો અભિન્ન માનશે। તે વાસના અને જ્ઞાન વચ્ચે જે ભેદ સ્વીકારાય છે તે ટકશે નહિ. જો વાસના જ્ઞાનથી ભિન્ન છે એમ કહેશે! તેા પછી બાહ્ય વસ્તુને જ્ઞાનથી ભિન્ન માનવામાં તમને આટલે અધેા દ્વેષ કેમ છે ? એમ અમે વૈશેષિકે તમને પૂછીએ છીએ. ૧૧(૫) સ્વમજ્ઞાનને આધારે બાહ્ય વસ્તુને છેદ ઊડાવલેા બરાબર નથી, કારણ કે સ્વપ્રજ્ઞાનના મૂળમાં ખાદ્યા ને અનુભવ રહેલા જ છે. જાગ્રત અવસ્થાના જ્ઞાનમાં ભાસવાને