________________
૨૬૦
દશન
તેનો સ્વભાવ હેય, -કાર્યને ઉત્પન્ન કરવાને તેને સ્વભાવ હોય, ૪-કાર્યને ઉત્પન્ન કરવાને તેને સ્વભાવ હેય અને આમ કાર્યો ઉત્પન્ન કરવાને તેનો સ્વભાવ હોય તે તેને તે સ્વભાવ દરેક ક્ષણે હેવાન છે અને પરિણામે તેણે , ‘, ૪ ....n કાર્યો એક જ ક્ષણે એક સાથે જ કરવાં જોઈએ, અર્થાત તે બધાં કાર્યોને ક્રમથી કર્તા છે એ મત ઘટશે નહિ.૨૩
ઉપરની શંકાનું સમાધાન કરતાં ઉદ્ય તકર જણાવે છે કે નિર્દિષ્ટ દોષ આવતો નથી કારણ કે કર્તા બુદ્ધિમાન છે અને વળી તેનું કર્તૃત્વ સાપેક્ષ છે. તે બુદ્ધિમાન અને સાપેક્ષ કર્તા હાઈ બધાં કાર્યોને એક સાથે ઉત્પન્ન કરતો નથી; જે કાર્યની કારણ સામગ્રી ઉપસ્થિત હોય છે તેને ઉત્પન્ન કરે છે, જેની કારણસામગ્રી ઉપસ્થિત નથી હોતી તેને ઉત્પન્ન કરતો નથી. તેને જગતનાં બધાં કાર્યોને ઉત્પન્ન કરવાને સ્વભાવ હોવા છતાં તે તે બધાં કાર્યોને એક કાળે ઉત્પન્ન નથી કરતે કારણ કે તે તે કાર્યને ત્યારે જ ઉત્પન્ન કરે છે જ્યારે તે કાર્યરૂપ ફળ જે જીવને ભેગવવાનું હોય તે જીવના તે ફળને અનુરૂપ કર્મને વિપાકકાળ
આવે.૨૪
- બુદ્ધિમત્તા વિના ઈશ્વર જગતને કર્તા ઘટી શકે નહિ. તેથી ઈશ્વરમાં બુદ્ધિગુણ તે માનવો જ જોઈએ. તેની બુદ્ધિ અતીત, અનાગત અને વર્તમાન બધા વિષયોને (=અર્થોને) પ્રત્યક્ષ જાણે છે. તેની બુદ્ધિ પરોક્ષજ્ઞાનરૂપ નથી. તેની બુદ્ધિ નિત્ય છે. તેની બુદ્ધિ નિત્ય હોઈ તેનામાં સંસ્કારગુણ સંભવતો નથી. તેને સંસ્કાર ન હોઈ સ્મૃતિ નથી. તેને દુઃખ નથી, કારણ કે દુઃખના કારણ અધર્મનો તેનામાં અભાવ છે. તેને દુઃખ ન હોવાથી તેનામાં વૈરાગ્ય પણ સંભવતો નથી. તેને દુઃખ ન હોવાથી તેનામાં હેપ પણ નથી. અલબત્ત, તેને અકિલષ્ટ અને સર્વ વિષયમાં અવ્યાહત (ફળીભૂત થનારી) ઇચ્છા છે. જેમાં તેની બુદ્ધિ કિલષ્ટ નથી તેમ તેની ઇચ્છા પણ કિલષ્ટ નથી. જેમ તેની બુદ્ધિ સર્વ વિષયોને જાણે છે તેમ તેની ઈચ્છા બધા પદાર્થોને કરવા સમર્થ છે. જેમાં તેની બુદ્ધિ પિતાના કાર્યમાં અવ્યાહત છે-કેઈ પણ વિષયને જાણવાના તેના કાર્યમાં કેઈ બાધક બની શકતું નથી, તેમ તેની ઈચ્છા પિતાના કાર્યમાં અવ્યાહત છે–અર્થાત ઈચ્છાને અનુરૂપ ફળ (કાર્ય) તરત જ ઉત્પન્ન થાય છે.૨૫
ઈશ્વર બદ્ધ છે કે મુકત ? તે બદ્ધ નથી કારણ કે તેનામાં સદા દુઃખને અભાવ હેઈ તે અબદ્ધ જ છે. તે મુક્ત નથી કારણ કે જે બદ્ધ હોય તેની બાબતમાં જ મુક્ત થવું સંભવે છે; ઈશ્વરને તે કદીય બંધન હતું જ નહિ. તેથી તે મુક્ત પણ નથી.૨૬