________________
વૈષિદર્શન
: ૨૫.
મિથ્યાજ્ઞાન, અધર્મ-(=અધર્મપ્રવૃત્તિ, કલેશયુક્ત પ્રવૃત્તિ, રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ) અને પ્રમાદ હોય છે. ઈશ્વરે તેમને નાશ કર્યો હોય છે. તેથી તેનામાં જ્ઞાન (=સમ્યક્ જ્ઞાન, વિવેકજ્ઞાન), ધર્મ(ધર્મરૂપ પ્રવૃત્તિ, કલેશરહિત પ્રવૃત્તિ) અને સમાધિરૂપ સંપત્તિ હોય છે જ્યારે અન્ય આત્માઓમાં તે હેતી નથી. તેની અંદર ધર્મના (=ધર્મપ્રવૃત્તિ, ક્લેશરહિત પ્રવૃત્તિના) અને સમાધિના ફળરૂપ અણિમા આદિરૂપ ઐશ્વર્ય હોય છે જ્યારે અન્ય આત્માઓમાં તે હેતું નથી. આમ અન્ય અર્થાત સંસારી આત્માઓથી તેનો ભેદ છે. વાસ્યાયને મુક્ત આત્માઓથી ઈશ્વરનો ભેદ કહ્યો ન હોવા છતાં સ્પષ્ટ છે. મુક્ત આત્મામાં કેઈ આત્મવિશેષગુણ હોતું નથી જ્યારે ઈશ્વમાં ધર્મ (=ધર્મપ્રવૃત્તિ), જ્ઞાન, સમાધિ અને ઐશ્વર્ય હોય છે. આમ ઈશ્વર આત્મા હોઈ સંસારી અને મુક્ત આત્માઓથી તેને જાતિભેદ નથી. ઈશ્વર, સંસારી અને મુક્ત આ ત્રણ જુદી જાતિઓ નથી પરંતુ એક જ જાતિ છે. જેમ સંસારી અને મુક્ત આત્માઓ આત્મા જ છે તેમ ઈશ્વર પણ આત્મા જ છે.
આમ જે આત્મા પોતાની અધર્મપ્રવૃત્તિનો, પિતાના મિથ્યાજ્ઞાન અને પિતાના પ્રમાદનો નાશ કરીને ધર્મ પ્રવૃત્તિ, સમ્યજ્ઞાન અને સમાધિ સંપાદન કરે છે તે વાસ્યાયનને મતે ઈશ્વર છે. આમાંથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે ઈશ્વર નિત્ય મુકત નથી. આ અર્થમાં દરેક જીવમાં ઈશ્વર બનવાની શક્યતા રહેલી છે અને ઈશ્વરો અનેક પણ હોઈ શકે છે. આ સૂચવે છે કે વાસ્યાયનને ઈશ્વર વિવેકી અને કલેશરહિત જીવન્મુક્ત જ છે. ___(b). सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम् ।
સંકલ્પ થતાં તેને અનુરૂપ તેનો ધર્મ (=પૂર્વકૃત ખાસ પ્રકારનું કર્મ) આત્મગત (=રત્યાત્મવૃત્તિ, પ્રતિ આમિમુથાર્થે) પૂર્વકૃત ધર્મધર્મના સંચયને (=સંચિત કર્મોને વિપાકે—ખ કરે છે અને પૃથ્વી વગેરે ભૂતને (નિમણુકાયો બનાવવામાં 6યણુકાદિક્રમે) પ્રવર્તાવે છે. (અને આ નિમણુકાયોની મદદથી તે છેલ્લા જન્મમાં પૂર્વકૃત કર્મોનાં ફળ ભોગવી લે છે.) પિતાનાં કરેલાં કર્મોનાં ફળોનો ભોગવ્યા વિના લેપ થતો નથી એવો નિયમ હાઈને નિર્માણકાર્ય માટેના તેના સંકલ્પને અવ્યાઘાત (અર્થાત સંકલ્પથી જ નિર્માણકાય બનાવવાનું તેનું સામર્થ્ય) તેના પોતાના પૂર્વકૃત કર્મનું જ ફળ છે એમ માનવું જોઈએ.