________________
વિકસિદર્શન
૨૪૯ સરિતસ્થાવત (..૨૧) કર્મ (તેમ જ ફળ) ઈશ્વરકારિત હેવાથી (મથી) ઉપરના બેય સિદ્ધાંત તર્કહીન છે, બેટા છે.
આ સૂત્રમાં ગૌતમ પિતાને સિદ્ધાન્ત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બંને સિદ્ધાન્તો ખોટા છે. એક કર્મફળના નિયત સંબંધને અવગણે છે, બીજે ઈશ્વરને અવગણે છે. ખરેખર તે કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરે એટલે તે પિતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી. પરંતુ ઈચ્છિત ફળ મેળવવા કયું કર્મ કવું તે જાણવું જોઈએ. આ કર્મનું આ ફળ છે એ જ્ઞાન તો તે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છનારને હાવું જ જોઈએ ને ? ઝેર અવશ્ય મારી નાખે છે એ વાત સાચી. પરંતુ મરવા ઇચ્છનાને તે જ્ઞાન હોવું જરૂરી છે કે અમુક પદાર્થ પ્રાણઘાતક છે. તે જ્ઞાન ન હોય તો તે જે પદાર્થ લે તે તેના પ્રાણનો ઘાત ન કરે. અમુક ઔષધ લો એટલે અમુક રોગ મટે છે. તે દવાને પોતાનું કાર્ય કરવા પછી વૈદ્યની જરૂર નથી. વૈદ્યની જરૂર તો રેગીના જ્ઞાન માટે છે કે તે રોગ માટે તેણે કઈ દવા લેવી જોઈએ. રોગી રોગ મટાડવા ઈચ્છે છે. પરંતુ તે માટે કયું કર્મ યોગ્ય છે તેનું તેને જ્ઞાન નથી. તે જ્ઞાન તેને વૈદ્ય આપે છે. પછી તે જ્ઞાનપૂર્વક જ્યારે તે કર્મ કરે છે ત્યારે તેને તેનું ઈચ્છિત ફળ મળે
છે. અજ્ઞાનથી જ ગમે તે દવા લે તે તેને તે રોગ મટતે તો નથી જ, - ઊલટું લીધેલી દવા અન્ય તકલીફ ઊભી કરે છે. એટલે ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળને અનુરૂપ કાર્ય શું છે તેનું જ્ઞાન કર્મ કરનારને હોવું જરૂરી છે. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર આપે છે પરંતુ રાગ આદિ દોષથી મુક્ત થવા કઈ કક્ષાએ કેવું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તે (રાગાદિ દોષમુક્ત સર્વ) ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા (સર્વ7) ઈશ્વરની આપણને (= જીવોને) જરૂર છે આવો મત ફલિત થાય છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા છે, માર્ગદર્શક છે, કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કેઈની પાસે કર્મ કરાવતો નથી. વૈદ્ય કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વેદ્ય રોગ મટાડવો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગ આદિ રોગનો ઈલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો–ઈશ્વરે ફળ આપ્યું–ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળ