________________
અધ્યયન ૧૨
ઈશ્વર
(૧) કણાદ અને ઈશ્વર કણદનાં વૈશેષિક સૂત્રોમાં ઈશ્વરને સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી યુકિતદીપિકાકાર માને છે કે કણાદને મતે ઈશ્વર નથી. અને ગાબે જેવા આધુનિક વિદ્વાને પણ એવો મત પ્રદર્શિત કરે છે. પરંતુ ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક સંપ્રદાયમાં ઈશ્વરે જે મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે તેને દષ્ટિમાં રાખી ટીકાકારોએ અને કેટલાક વિદ્વાનોએ વૈશેષિક સૂત્રમાં ઈશ્વરને સંકેત શોધવા પ્રયત્ન કર્યો છે. “યતોમ્યુન બેચર્સ ધર્મ ! તારનાર્ ગાર્નીચલ્સ મા હૈ. સૂ૦ ૧.૧.૨-૩ – આ બે સૂત્રોનો સીધો અર્થ છે જેનાથી અદર્ય અને નિઃશ્રેયસ પ્રાપ્ત થાય છે તે ધર્મ છે. તેનું (=ધર્મનું નિરૂપણ કરતો હોવાથી વેદ પ્રમાણ છે. પરંતુ ટીકાકારો અને કેટલાક વિદ્વાને “તદ્રવનાતન “ફાવનાત” (=ઈશ્વરનું વચન હોવાથી) એવો અર્થ કરે છે. આ બરાબર લાગતું નથી. સંજ્ઞાવર્ગ વર્મવિશિષ્ટાન ત્રિકા' (વૈ. સૂ૦ ૨. ૧. ૧૮) આ સૂત્રમાં આવેલા “ અશિષ્ટનાને અર્થ ટીકાકારે અને કેટલાક વિદ્વાને “મહેશ્વર’ એવો કરે છે. આમ વૈશેષિક સૂત્રમાં ઈશ્વરને શોધી કાઢવાનું કામ કઠિન છે.. હાય જ નહિ તો ક્યાંથી મળે ! ઉત્તકાલીન ન્યાય-વૈશેષિકેને ઈશ્વર વિશેનો એ મહત્વનો સિદ્ધાન્ત છે કે પરમાણુઓનું આદ્ય ફર્મ (= ગતિ) ઈશ્વરકાશિત છે. પરંતુ કણાદ તો કહે છે કે પરમાણુઓનું આદ્ય કર્મ અદષ્ટકારિત છે. વળી, ઉત્તશ્કાલીન ન્યાયવૈશેષિકેનો ઈશ્વર વિશેનો બીજો મહત્વનો સિદ્ધાન્ત એ છે કે વેદ ઈશ્વરકૃત છે. કણાદ એટલું જ કહે છે કે વેદનાં વાક્યો બુદ્ધિમાને લખ્યાં હોવાં જોઈએ. આને સીધે અર્થ એ નીકળે છે કે છેલ્લા રચયિતા સાક્ષાત્કૃતધર્મ ઋષિઓ હતા.
(૨) ન્યાયસૂત્રકાર ગૌતમ અને ઈશ્વર ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સત્રો છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે