________________
વૈશેષિક દર્શન
કહેવામાં આવે છે અને રાગને ઓછો કરનારી ભાવનાને અશુભ સંજ્ઞાની ભાવના કહેવામાં આવે છે. અશુભ સંજ્ઞાની ભાવના કરવી જોઈએ અને શુભ સંજ્ઞાની ભાવના ન કરવી જોઈએ.૧૯૭
આમ મોક્ષના ઉપાય તરીકે તત્ત્વજ્ઞાનને, આઠ ગાંગોના અનુષ્ઠાનને, અધ્યાત્મવિદ્યાના શ્રવણ-મનન-નિદિધ્યાસનને, અધ્યાત્મવિદ્દ સાથેના સંવાદને અને અશુભ સંજ્ઞાની ભાવનાને ગણાવી શકાય. પરંતુ મોક્ષનો સાક્ષાત ઉપાય તો તત્ત્વજ્ઞાન જ છે અને બાકીના ઉપાયો તો તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં એક યા બીજી રીતે કારણભૂત હેઈને પરંપરાથી મોક્ષના હેતુ છે. નૈયાયિક ભાસર્વજ્ઞ ન્યાય-વૈશેષિકની
આ પ્રચલિત માન્યતાથી જુદા પડે છે અને તેઓ પરમાત્મા મહેશ્વર શિવના -દર્શનને જ મોક્ષનું સાક્ષાત કારણ ગણે છે.૧૮
મોક્ષ શક્ય છે? મોક્ષના સ્વરૂપ અને ઉપાયોનો વિચાર તે કર્યો પણ મેક્ષ ખરેખર શક્ય છે?—આવો પ્રશ્ન કોઈને ઊઠે. ન્યાય-વૈશેષિકેએ આ પ્રશ્નની ચર્ચા કરી છે. મેક્ષની અસંભવિતતા પુરવાર કરતી દલીલ આપીને તે દલીલને નિરાસ તેમણે કર્યો છે. મેક્ષની અસંભવિતતા દર્શાવતી દલીલો નીચે પ્રમાણે છે
(૧) સંસારના પ્રાણીઓને ઋણાનુબંધને કારણે મેક્ષ સંભવ નથી. વ્યક્તિ ત્રણ ઋણો સાથે જ જન્મે છે. ત્રણે ઋણે છે–ષિઋણ, પિતૃણુ અને * દેવઋણ. ઋષિઋણ ચૂકવવા માટે તેને અમુક સમય સુધી બ્રહ્મચારી તરીકે જીવવું પડે છે. પિતૃઋણ ચૂકવવા માટે તેને વિવાહ કરવો પડે છે, પ્રજોત્પત્તિ કરવી પડે છે અને ગૃહસ્થની ફરજો બજાવવી પડે છે. દેવઋણ ચૂકવવા માટે તેને યજ્ઞો કરવા પડે છે; આ યજ્ઞોમાં કેટલાક યજ્ઞો તો સો વર્ષ સુધી ચાલે છે. આ ત્રણેય ઋણે તેણે પૂરેપૂરાં ચૂકવવાં જોઈએ. આ ઋણ ચૂકવવામાં જ તેને પ્રત્યેક જન્મ પૂરો થઈ જાય છે અને તેને મોક્ષને વિચાર કરવાનો તેમ જ મોક્ષના ઉપાયોનું અનુષ્ઠાન કરવાનો સમય જ રહેતો નથી. આ ત્રણેય ઋણે પૂરેપૂરાં ચૂકવ્યા વિના કેઈ મોક્ષનો અધિકારી બનતું નથી. પરંતુ ત્રણેય ઋણોને પૂરેપૂરાં ચૂકવવાં શક્ય નથી. તેથી મોક્ષ અશક્ય છે. મોક્ષની વાત કેવળ વાત જ છે.૮૯
(૨) સંસારના પ્રાણીઓને કલેશાનુબંધને કારણે મોક્ષ સંભવ નથી. વ્યક્તિ જન્મે છે ત્યારે કલેશે સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ તેના -