________________
ત
પડદન
Ο
ઉત્પત્તિ માટે યમ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ) અને નિયમનું (શૌચ, સ ંતાય, તપ સ્વાધ્યાય અને સ્થિરપ્રણિધાનનું) અનુષ્ઠાન આવશ્યક છે. ઉપરાંત, તેઓ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે ચેાગશાસ્ત્રમાં જણાવેલાં તપ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આદિ ઉપાયાને પણ જરૂરી સમજે છે. આમ વેગસાધનાથી જ આત્મા સંસ્કૃત બને છે, શુદ્ધ બને છે અને તેનામાં તત્ત્વજ્ઞાનની યાગ્યતા આવે છે.૧૯૨ એટલે જ કણાદે કહ્યુ છે કે ધમ`નિઃશ્રેયસને (મેાક્ષનો) ઉપાય છે.૧૯૩ અહીં ધર્માંનો અથ છે શ્રદ્ધા, અહિંસા, ભૂતતિત્વ, સત્ય, અસ્તેય, ભાવશુદ્ધિ, ક્રોધવન, અભિષેચન, શુચિદ્રવ્યસેવન, દેવતાભકિત, તપ અને અપ્રમાદ.૧૯૪ આમ ધમ તત્ત્વજ્ઞાનને જન્માવી તે દ્વારા મેાક્ષના ઉપાય યા હેતુ બને છે.૧૯૫ આમ યમ-નિયમનુ પાલન અને યોગસાધના જ ધર્મીકમ છે. આ કમથી આત્મા શુદ્ધ થાય છે. એટલે આત્મસાક્ષાત્કાર થાય છે. અને આત્મસાક્ષાત્કાર થતાં મેક્ષ થાય છે. આ આશયથી જ કમ' અને જ્ઞાન બંનેને મેાક્ષના ઉપાયા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
कर्मणा सत्त्वसंशुद्धिर्ज्ञानेनात्मविनिश्चयः । भवेद् मुक्तिरभ्यासात् तयोरेव समुच्चयात् ॥
વળી, ન્યાયસૂત્રકાર ગૌતમ જણાવે છે કે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યારૂપ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈ એ અને તેના અને મનમાં ધારા જોઈ એ; ઉપરાંત, તે અના શ્રવણનો, મનનને અને નિદિધ્યાસનને સતત અભ્યાસ કરવા જોઈએ તેમ જ અધ્યાત્મવિદ્યાના જાણકારા સાથે ચર્ચાવિચારણા કરવી જોઈ એ.૧૯૬ જ્ઞાનગ્રહણુ, જ્ઞાનાભ્યાસ અને જ્ઞાની સાથે સંવાદના પરિણામે પ્રજ્ઞાનો પરિપાક થાય છે; પ્રજ્ઞાનો પરિપાક થતાં સશયાચ્છેદ થાય છે, અજ્ઞાત અથ જ્ઞાત થાય છે, અસ્પષ્ટ જ્ઞાન સ્પષ્ટ થાય છે, અને પરિણામે તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે કામરાગ શિથિલ કરવા, પાતળા કરવા જરૂરી છે. કામરાગને શિથિલ કરવા કામવક ભાવનાઓનો ત્યાગ કરી કામરાગ એ કરનારી ભાવનાઓનો આશરે લેવા જોઈ એ. શરીર પ્રત્યે કામરાગ વધારનારી ભાવના છે—કેવું કંચન જેવું શરીર છે, કેવા દાડમની કળી જેવા દાંત છે, કેવા બિંબફળ જેવા હાફ છે, કેવી નીલકમળ જેવી આંખા છે, વગેરે’. શરીર પ્રત્યે કામરણ એછે કરનાર ભાવના છે—શરીર હાડમાંસનું સ્થાન છે; તેમાં સ્નાયુ, લાહી, શ્લેષ્મ, વગેરે ભરેલું છે, વગેરે.' રાગવક ભાવનાને શુભસ ંજ્ઞાની ભાવના