________________
૨૧૧
ષદ્ધન
સાથે આત્માના સયાગ અત્યંત જરૂરી છે. તેથી જ કણાદના વચનના હાર્દને સ્પષ્ટ કરતાં વૈશેષિક આચાર્યાં જણાવે છે કે આત્માના નવેય વિશેષગુણાને અત્યન્ત ઉચ્છેદ જ મુક્તિ છે. ૧૫
ન્યાય—વૈશેષિક દર્શીનને મતે આત્મા જ્ઞાનસ્વરૂપ તેમ જ સુખસ્વરૂપ નથી. જ્ઞાન તેને વિશેષગુણ છે અને તે અનિત્ય છે. ધમ અને અધમ તેમ જ તજન્ય સુખ અને દુઃખ પણ આત્માના અનિત્ય વિશેષણ છે. તેથી જે બધાં કારણોને લઈ ને આત્મામાં જ્ઞાન વગેરે વિશેષગુણ જન્મે છે તે બધાં કારણેાના અત્યન્ત ઉચ્છેદ થતાં કરી કદીય તે આત્મામાં જ્ઞાન વગેરે વિશેષગુણા જન્મી શકતા નથી. સુખનું કારણ ધર્મ અને દુઃખનું કારણ અધમ અત્યંત ક્ષય પામતાં આત્મામાં સુખ અને દુઃખની કરી કદીય ઉત્પત્તિ સ ંભવતી નથી. પર ંતુ આત્માના વિશેષગુણાના અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માને પેાતાના ઉચ્છેદ થતા નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિવિકાર નિત્ય છે અને તેને તેના વિશેષગુણાથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણાના જ્યારે અત્યન્ત ઉચ્છેદ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે.૧પ૧
કેવળ દુ:ખાભાવરૂપ મેાક્ષની કટુ આલાયના વિરાધીઓએ કરી છે. તે કહે છે કે મુક્તિમાં આત્મા સુખ-સંવેદનથી રહિત થઈ જતા હોય તો ની અને જડ પથ્થરની વચ્ચે અંતર શું શ્યું : મુક્ત આત્મા અને જડ પથ્થર બ તૈય સુખ અને જ્ઞાનથી રહિત છે. જો મુક્ત આત્મા જડ પથ્થર જેવા જ હાય તે પછી તેનામાં દુ:ખનિવૃત્તિની વાત કરવાના શો અથ છે ૧૫૨
બુદ્ધિમાન
આને ઉત્તર આપતાં ન્યાય-વૈશેષિક દાŚનિક કહે છે કે કે માણસ એવું કહેતા જાણ્યા નથી કે પથ્થર દુઃખમાંથી મુક્ત થયા. દુઃખનેિવૃત્તિને પ્રશ્ન તેની જ બાબતમાં ઊઠે છે જેની બાબતમાં દુઃખેત્પત્તિ શકય હાય. પથ્થરમાં દુઃખેાત્પત્તિની શકયતા જ નથી. તેથી મુક્ત આત્માને પથ્થરની સાથે સરખાવવા ચેોગ્ય નથી. ૧૫૩
ન્યાયવૈશેષિકાની મેાક્ષની કલ્પનાના પ્રતિવાદ કરતાં વિરોધી દાનિકે જણાવે છે કે જો મુક્ત પુરુષને કંઈ સુખ ન હોય અને તેને કંઈ જ્ઞાન ન હોય તે તેની અવસ્થા મૂર્છાવસ્થા જેવી ગણાય. તેના માટે પુરુષાથ હોઈ શકે નહિ. પુરુષ યા આત્મા જે ઈચ્છે તેને જ પુરુષાથ કહેવાય. પરંતુ શુ કાઈ પેાતાની મૂર્છાવસ્થા ઇચ્છે ? અને તેને માટે પ્રવૃત્ત થાય ? ના, કાઈ બુદ્ધિમાન પેાતાની મૂર્છાવસ્થા ઈચ્છતા નથી અને તેને માટે પ્રયત્ન કરતા નથી.૧૫૪