________________
વૈશેષિકદાન
૨૧.
વનુ કાણુ છે. દ્વેષ પણ ધર્માંધ રૂપ પ્રવૃત્તિના ઉદ્ભવનુ કારણ છે. ધર્માંધ રૂપ પ્રવૃત્તિ ધર્માંધ રૂપ અદૃષ્ટને પેદા કરે છે. ધર્માંધČરૂપ અદૃષ્ટ દ્વારા આત્માના શરીર સાથે સંચાગ (=જન્મ) અને વિયેાગ (મૃત્યુ) થાય છે. આ. સંસારચક્ર છે.૧૪૬
મુક્તિ
મુક્તિનું નામ અપવ પણ છે. ન્યાયસૂત્રકાર ગૌતમ અનુસાર દુ:ખની આત્યન્તિક નિવૃત્તિ જ મેાક્ષ છે.૧૪૭ આયન્તિકના અર્થ છે પુનઃ પ્રાદુર્ભાવને અસંભવ. અર્થાત્, દુઃખનેા એવા સમૂલ નાશ કે ફરી કદીય એને પ્રાદુર્ભાવ જ ન થઈ શકે. પગમાં કાંટેા વાગવાથી દુ:ખ થાય છે. કાંટાને પગમાંથી ખેંચી કાઢ-વાથી દુઃખનિવૃત્તિ થાય છે. પરંતુ આ દુઃખનિવ્રુત્તિ આયન્તિક નથી, કારણ કે ભવિષ્યમાં ફરી પાછું દુઃખ ઉદ્ભવવાની શકયતા છે. આને અથ એ કે કટક જનિત દુઃખનું સજાતીય દુઃખ પુનઃ ઉત્પન્ન થવાની શકયતા છે જ. આયન્તિક દુ:ખનિવૃત્તિ એ કહેવાય જેમાં દુ:ખના પુનઃ પ્રાદુર્ભાવની શકયતા જ ન હોય. જ્યારે એકવીસે એક્વીસ પ્રકારનાં દુઃખા નાશ પામે છે ત્યારે આવી આત્યન્તિક દુ:ખનિવૃત્તિ હોય છે. દુઃખના એકવીસ પ્રકારે આ પ્રમાણે છે ~~~૧ શરીર + ૬ ઇન્દ્રિયા + ઃ ઇન્દ્રિયવિષયા + ૬ પ્રત્યક્ષબુદ્ધિએ +૧ સુખ +૧ દુઃખ: શરીર દુઃખભાગનું આયતન હાવાથી દુઃખ છે. ઇન્દ્રિયો, વિષયા અને પ્રત્યક્ષબુદ્ધિએ દુઃખનાં સાધન હોવાથી દુઃખ છે. સુખ સ્વરૂપતઃ દુઃખથી ભિન્ન છે તેમ છતાં તે દુઃખની સાથે અવશ્ય સ ંબદ્ધ હોય છે, એટલે સુખને પણુ દુ:ખ ગણવામાં આવ્યું છે. દુઃખ તા સ્વરૂપથી દુઃખ છે. ૧૪૮
કણાદ અનુસાર આત્માના ધર્માંધ રૂપ અદૃષ્ટને સંપૂર્ણ નાશ થતાં તે આત્માને શરીર વગેરે સાથે વિશિષ્ટ સંયોગ નાશ પામે છે અને અન્ય શરીર વગેરે સાથે તે આત્માને વિલક્ષણ સંચાગ ફરી કદીય ઉત્પન્ન થતા નથી; આ જ મેાક્ષ છે.૧૪૯ આમાંથી. છેવટે એ જ ફલિત થાય કે બધાં દુઃખાની આયન્તિક નિવૃત્તિ જ મેક્ષ છે, કારણ કે જન્મ થતાં જ આત્માને જાતજાતનાં દુ:ખા ભાગવવાં પડે છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા શરીર વગેરે સાથેના આત્માના સંચાગના ઉચ્છેદ—અર્થાત્ પુનર્જન્મની નિવૃત્તિ—થતાં જ પછી કદીય તે આત્માને દુઃખભાગની સ ંભાવના નથી. શરીર વગેરે સાથેનેા સંયેાગ હમેશ માટે છૂટી જતાં આત્મા મુક્ત બને છે; આવા મુક્ત આત્મામાં જ્ઞાન વગેરે વિશેષ ગુણો ઉત્પન્ન થઈ શકે જ નહિ કારણ કે આત્મામાં તેના વિશેષગુણાની ઉત્પત્તિ માટે શરીર