________________
૨૧૨
યગ્દર્શન
સાંભળીને સમજી શકાય કે તેને શાક થયા છે. હ`, ભય અને શૈાક વિના હાસ્ય,, કંપ અને રુદન ઉત્પન્ન થાય નહિ. કારણ વિના કાય ઉત્પન્ન થાય નહિ. એટલે કાય દ્વારા કારણનું અનુમાન થાય છે. હાસ્ય વગેરે કાય છે અને હર્ષ વગેરે તેમનાં કારણેા છે. તેથી નવજાત શિશુના હાસ્ય ઉપરથી હનુ, ક ંપ ઉપરથી ભયનું અને રુદન ઉપરથી શાકનુ અનુમાન થાય છે. ઈષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે અને ઈષ્ટ વિષયની અપ્રાપ્તિને કારણે કે વિયેગને કારણે જે દુઃખ જન્મે છે તેને શાક કહેવામાં આવે છે. વિષ યને આપણે ઈષ્ટ ત્યારે જ ગણીએ છીએ જ્યારે આપણને સ્મરણ થાય તજ - તીય વિષયે પહેલાં આપણને સુખાનુભવ કરાવેલા. આમ વર્તમાન વિષય ઈષ્ટ છે એવું ભાન તેા જ શકય બને જો તાતીય વિષયને પૂર્વાનુભવ થયા હેાય, તે અનુભવના સ ંસ્કાર પડ્યા હોય, તે સંસ્કાર વર્તમાન વિષય ઉપસ્થિત થતાં જાગૃત થયા હોય અને પરિણામે સ્મરણજ્ઞાન થયુ હોય કે વમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખકર અનુભવ કરાવેલા. નવજાત શિશુ અમુક વિધયને ષ્ટિ કેવી રીતે ગણી શકે ? આ જન્મમાં તાતીય વિષયને પહેલાં એને કદીય અનુભવ થયા ન હેાઈ, તે અનુભવના તેવા સંસ્કારે પડ્યા નથી; તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે અવશ્ય સ્વીકારવુ જોઈ એ કે નવજાત શિશુના તે આત્માએ તાતીય વિષયના પૂર્વજન્મમાં સુખદ અનુભવ કર્યાં હતા, તેથી તે આત્મામાં આ જન્મમાં તેના સંસ્કાર છે, તે સંસ્કાર પૃર્વાનુભૂત વિષયની જાતિને વિષય ઉપસ્થિત થતાં જાગૃત થઈ સ્મૃતિ ઉત્પન્ન કરે છે કે વત માન વિષયની જાતિના વિષયે પહેલાં મને સુખકર અનુભવ કરાવેલા, પરિણામે પૂર્વાનુભૂત વિષયની જાતિના ઉપસ્થિત થયેલા વિષયને લેવાની ઇચ્છા જાગે છે. આ ઉપરથી પુરવાર થાય છે કે નવજાત શિશુને અ મા વમાન જન્મ પહેલાં પણ વિદ્યમાન હતેા.૧૧૯
કાઈ દેહાત્મવાદી અહીં શંકા ઊઠાવે છે કે નવજાત શિશુનાં હાસ્ય, વગેરે તેના હ, વગેરેથી ઉત્પન્ન થતા નથી પરંતુ જેમ અમુક સમયે કમળમાં વિકાસરૂપ અને સંકેાચરૂપ વિકારા થાય છે તેમ નવજાત શિશુનાં હાસ્ય વગેરે પણ તેના દેહના જ વિકારા છે. કમલના વિકાસની જેમ નવજાત શિશુના મુખને વિકાસ જ તેનું હાસ્ય છે. કમળના સકૈાચની જેમ શિશુમુખનું વિલાઈ જવું એ જ તેના શાક છે. આમ નવજાત શિશુનાં હાસ્ય, વગેરેનાં કારણ તેના હ, વગેરે. નથી.૧૨૦
આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક ચિંતકો જણાવે છે કે પાંચભૌતિક દ્રવ્ય કમળ, વગેરેના સકાચ, વિકાસ, વગેરે વિકારા સ્વાભાવિક નથી. તેમનું પણ