________________
૧૯૪
યદર્શિન
થઈ શકતુ નથી. પરંતુ જ્ઞાનનુ પ્રત્યક્ષ તે આપણને થાય છે એટલે જ્ઞાન મનમા ધમ હોઈ શકે નહિ.૩૩
જો વિરાધી આ આપત્તિ ટાળવા કહે કે અમે મનને વ્યાપક માનીશું તે। ન્યાયવૈશેષિક જણાવશે કે તેમ માનતાં તે જ્ઞાનેાની યુગપદ્ ઉત્પત્તિની આપત્તિ આવશે.૩૪ વિરોધી જણાવે છે કે તમે ન્યાયવૈશેષિકે। જ્ઞાનાશ્રય આત્માને વ્યાપક માને છે તે તમારા મતમાં પણ એ આપત્તિ આવશે.૩૫ ન્યાય—વૈશેષિક ઉત્તર આપે છે કે અમે જ્ઞાનાશ્રય આત્માને વ્યાપક માનીએ છીએ છતાં અમારા મતમાં એ આપત્તિ આવતી નથી કારણ કે જ્ઞાનાશ્રય આત્માથી જુદું અણુરૂપ મન અમે અન્તઃકરણ તરીકે માનીએ છીએ.૩૬ આ બધા વિચાર કરતાં જ્ઞાનાશ્રય તરીકે મનને માનવું ઉચિત નથી.
(૬) આમ વિષય, ઇન્દ્રિય, શરીર કે મનને જ્ઞાનાશ્રય તરીકે માની શકાતા નથી. એટલે આત્મદ્રવ્યને જ્ઞાનાશ્રય તરીકે માનવું પડે છે. આના વિરેધમાં દ્રવ્યમાત્રના પ્રતિષેધ કરનાર જણાવે છે કે જ્ઞાન જ છે, જ્ઞાનના આશ્રયરૂપ કાઇ
દ્રવ્ય નથી.
ન્યાય—વૈશેષિક વિચારકા જણાવે છે કે આના અર્થ એ કે જ્ઞાન પાતે જ આત્મા છે, જ્ઞાનના આશ્રયરૂપ કેાઈ દ્રવ્ય આત્મા નથી. પરંતુ જ્ઞાન તે ક્ષણિક છે. ક્ષણિક જ્ઞાનને આત્મા માનતાં સ્મરણ શકય નહિ અને કારણ કે સ્મરણ ત્યારે જ શકય બને જ્યારે દેખનાર કોઈ સ્થિર વસ્તુ હોય, એ સ્થિર વસ્તુમાં દનના સંસ્કાર પડે અને એ સંસ્કાર દ્વારા દેખેલાનું સ્મરણ થાય. આના ઉત્તરમાં નાનાશ્રયરૂપ દ્રવ્યના પ્રતિકાર કરનાર કહે છે કે પહેલા વિજ્ઞાનના સંસ્કાર પછીના વિજ્ઞાનમાં સંક્રાન્ત થાય છે અને એ જ સંસ્કાર પછી પછીના વિજ્ઞાનમાં જાય છે. ઉદાહરણા, કાઈ કપડામાં કસ્તૂરી મૂકી હોય તેા એની સુગંધ સાથે રાખેલા પડામાં અને પછી એનાથી પછીના કપડામાં એમ લગાતાર એક કપડામાંથી
ગ્ન કપડામાં સંક્રાન્ત થાય છે. આ રીતે પૂર્વ પૂર્વના વિજ્ઞાનના સંસ્કારની ઉત્તર ઉત્તરના વિજ્ઞાનમાં સંક્રાન્તિ દ્વારા સ્મરણુ સંભવે છે, એટલે જ્ઞાનના આશ્રયરૂપ સ્થિર દ્રવ્ય માનવાની કોઈ જરૂર નથી.૩૭
ન્યાય—વૈશેષિક ચિન્તકા જણાવે છે કે કસ્તૂરીની સુગન્ધની જેમ સંસ્કારની સંક્રાન્તિ સંભવતી નથી કારણ કે જો પૂવ વિજ્ઞાનના સંસ્કાર ઉત્તર વિજ્ઞાનમાં જઈ શકતા હાય તેા માતાના સંસ્કાર તેના પુત્રમાં પણ સંક્રાન્ત થઈ જાય અને