________________
વૈશેષિકદર્શન
૧૭૫ દાખલ થાય છે. આમ ચક્ર ચાલ્યા કરે છે. જ્યારે તે આત્માનાં કમેને ક્ષય થાય છે ત્યારે આત્મા અને મનને સંગ છૂટી જાય છે અને આત્માને હવે કર્મો ભોગવવાનાં ન હોઈ તે ભાગાયતન (શરીર) ધારણ કરતો નથી.૭૫
મનના ધર્મો મન અણુપસ્મિાણ છે. સુખ, દુઃખ, વગેરે અન્તર વિષયને ગ્રહણ કરવા માટેનું કારણ (અન્તઃકરણ) મન છે. આત્મામાં સુખ, દુઃખ, ઈચ્છા, જ્ઞાન, વગેરે ધર્મો મન દ્વારા ઉત્પન્ન થાય છે. મન અભૌતિક છે. તેથી તેને સ્પર્શગુણ નથી. તેને સ્પર્શગુણ ન હોવાથી તેનામાં રૂપ, રસ અને ગંધ ગુણ પણ નથી. તે અભૌતિક હોવા છતાં મૂર્ત છે કારણ કે ન્યાયશેષિક પરિભાષામાં મૂર્તવનો અર્થ થાય છે પરિચ્છિન્ન પરિમાણત્વ. જ્ઞાન, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અધર્મ અને ભાવનારૂપ સંસ્કાર મનના ધર્મો નથી. મન ચેતન નથી. જે તેને ચેતન માનવામાં આવે તો સ્થૂલ શરીરને આત્મા અને મન બંનું ભોગાયતન માનવું પડે પરંતુ એક શરીરને બેનું ભોગાયતન માની શકાય નહિ કારણ કે એક શરીરનું સંચાલન એકના અનુરોધથી જ મનાય, બેને અનુરોધથી માનતાં વ્યવહાર અશક્ય બની જાય. બીજા શબ્દોમાં, એક શરીરને અધિષ્ઠાતા એક જ મનાય, બે અધિષ્ઠાતા ન માની શકાય. વળી, મન કરણ છે એટલે તેને આત્માર્થ માનવું જોઈએ. તેથી તેને ચેતન ન ગણી શકાય. તે પ્રતિશરીર એક જ છે. પ્રયત્ન અને અદષ્ટને કારણે તે તીવ્ર ગતિ કરે છે. તેનામાં પરિમાણ (અણુપરિમાણ), સંખ્યા (એકત્વ), વગેરે સામાન્ય ગુણ છે, તેનામાં ગુણ હોવાથી તે દ્રવ્ય છે.૭૬
- પાદટીપ १ दर्शनस्पर्शनाभ्यामेकार्थग्रहणात् .. । न्यायवा० १.१४ । ૨ જાતિવં રાચત્ર નિય : પવાર્થઘર. p. કર !
आश्रितत्वं गुणत्वे हि न प्रयोजकमिष्यते । षण्णामपि पदार्थानामाश्रितत्वस्य सम्भवात् ॥ दिकालपरमाण्वादिनित्यद्रव्यातिरेकिणः ।
आश्रिताः षडपीष्यन्ते पदार्थाः कणभोजिना ।। न्यायमं०, भा० १, पृ० २१० । .3 श्रोत्रं च न नित्यद्रव्यग्राहकमयोगिबहिरिन्द्रियत्वात् चक्षुरादिवदिति । न्यायली.
लावती (निर्णयसागर) पृ० ६६८ । ४ न्यायलीलावती पृ० ६६९ ।