________________
વૈશેષિકદન
૧૫૭
(ર) જો શબ્દ દ્રવ્ય હાય ! તે કાં તે સાવયવ દ્રવ્ય હાય કે નિરવયવ દ્રવ્ય હાય. પ્રથમ વિકલ્પ શકય નથી કારણ કે શબ્દના અવયવેાનું આપણને પ્રત્યક્ષ થતું નથી. બીજો વિકલ્પ પણ શકય નથી કારણ કે નિરવયવ દ્રવ્ય બાહ્યેન્દ્રિય દ્વારા ગૃહીત થતું નથી જ્યારે શબ્દ તે ખાઘેન્દ્રિય દ્વારા ગૃહીત થાય છે. વળી, નિરવયવ દ્રવ્ય નિત્ય હાય છે જ્યારે શબ્દ નિત્ય નથી પણ જુદાં જુદાં નિમિત્તકારણેાથી ઉત્પન્ન થાય છે. અહીં જો એમ સૂચવવામાં આવે કે એક દ્રવ્ય જેવુ સમવાયિકારણ હાય એવું કાયદ્રવ્ય શબ્દ છે તેા કહેવુ જોઈએ કે આવું સૂચન અયેાગ્ય છે. આવું કેાઈ દ્રવ્ય સંભવતું નથી કારણ કે એ કે વધુ કાણુદ્રવ્યાના સંચાગરૂપ અસમવાયિકાણુ અહીં અસંભવિત ખને છે. આમ શબ્દને દ્રવ્ય માનતાં અનેક આપત્તિ આવે છે એટલે તેને દ્રવ્ય માનવું જોઈ એ નહિ.૭
શબ્દ કમ (=ક્રિયા) પણ નથી કાણુ કે કર્મીની લાક્ષણિકતા શબ્દમાં નથી. (૧) વૈશેષિકદર્શન અનુસાર કર્મ આંખથી દેખાય છે. આંખથી દેખી શકાય એવા દ્રવ્યનું કર્મ આંખથી દેખી શકાય છે. દોડતા ઘેાડાની ગતિને આંખ જોઈ શકે છે. એથી ઊલટું, શબ્દ આંખથી દેખાતે। નથી. આંખથી દેખી શકાય એવાં એ દ્રવ્યેાના સંચાગ યા વિભાગથી ઉત્પન્ન થયેલા શબ્દ આંખથી દેખાતા નથી. ઘેાડાના ડાબલાને શબ્દ આંખથી પ્રત્યક્ષ થતેા નથી. શબ્દને કેવળ કણેન્દ્રિય ગ્રહણ કરી શકે છે. એટલે શબ્દ કમ નથી. (૨) વૈશેષિકાને મતે કર્માંથી ક` ઉત્પન્ન થતું નથી જ્યારે શબ્દથી શબ્દ ઉત્પન્ન થાય છે.૧૦ એક શબ્દ પેાતાના જેવા બીજા શબ્દને અનન્તર પ્રદેશમાં ઉત્પન્ન કરી પે।તે નાશ પામે છે. બીજો શબ્દ ત્રીજાને, ત્રીજો શબ્દ ચેાથાને ઉત્પન્ન કરે છે. આ રીતે જળતર ંગાની જેમ શબ્દની ધારા ચાલે છે. એટલે શબ્દ કમ નથી. અહીં કાઈ પ્રશ્ન ઊઠાવે છે કે જેમ કમ ક્ષણિક છે તેમ શબ્દ પણ ક્ષણિક છે, તે પછી શબ્દને ક" કેમ ન ગણાવા ? આના ઉત્તરમાં વૈશેષિક જણાવે છે કે શબ્દ અને કમ અને ક્ષણિક છે એ વાત સાચી પણ એમ તેા જ્ઞાન, સુખ, દુઃખ જેવા ગુણેા પણ ક્ષણિક જ છે: 'કેવળ ક્ષણિક હેાવાથી જ્ઞાન, સુખ, દુ:ખ, વગેરેને કમાઁ માની પ્રકાશે ? નહિ જ. ક્ષણિકત્વ તે કમ` સાથે શબ્દનું કેવળ સાધમ્ય છે. ૧૧ એટલા માધમ્ય થી કઈ શબ્દ ક બની જતા નથી.
.
શબ્દ સામાન્ય, વિશેષ કે સમવાય પણ નથી, કારણ કે શબ્દને જાતિ છે જ્યારે આ ત્રણને જાતિ નથી.
જે જાતિમત્ હાય તેમ જ જે ચક્ષુ સિવાયની ખાàન્દ્રિયથી ગ્રાહ્ય હેાય તે ગુણ હેાય છે. શબ્દ આવી ચીજ છે. તેથી શબ્દ ગુણ છે. ગંધત્વ વગેરે કેટલીક