________________
વૈશેષિકદર્શન
૧૪૭ સમાયિકારણ અને અસમાયિકારણને છોડી બાકી બધાં કારણો નિમિત્તકાણ કહેવાય છે; દાખલા તરીકે વણકર, સાળ વગેરે પટનાં નિમિત્તકારણો છે. ૩૧
સમવાયકારણ અને અસમાયિકારણને પ્રાચીન ન્યાયવેશેષિકદર્શનમાં કોઈ સ્થાન હોઈ શકે નહિ. સમવાયિકારણનો અર્થ થાય છે જેમાં ઉત્પત્તિ પછી કાર્ય સમવાયસંબંધથી રહે છે તે ઉપાદાનકારણ. આનો અર્થ એ કે ઉપાદાનકાણ કાર્યોત્પત્તિ પછી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પ્રાચીન કાર્યની ઉત્પત્તિ પછી કારણનું અસ્તિત્વ ચાલુ રહેતું માનતા નથી. એટલે પ્રાચીન ન્યાયશેષિક દર્શનમાં સમાયિકારણને સ્થાન કયાંથી હોય? અને સમાયિકારણની માન્યતા ન હોય તો તેને સાપેક્ષ એવી અસમાયિકાણની માન્યતા પણ પ્રાચીન ન્યાયશેષિકદર્શનમાં ક્યાંથી હોય? તેથી જ ઉત્તરકાલીન ન્યાયશેષિક દર્શનના કારણવાદની પ્રાણભૂત આ બે પ્રકારના કારણોની માન્યતા વૈશેષિકસૂત્ર, ન્યાયસૂત્ર અને ન્યાયભાષ્ય જેવી પ્રાચીન કૃતિઓમાં મળતી નથી. અલબત્ત, પ્રશસ્તપાદ અસમાયિકારણનો નિર્દેશ કરે છે પણ તે પ્રાસંગિક છે. તેમણે ત્રણ પ્રકારનાં કારણોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પ્રશસ્તપાદભાષ્ય ઉપરની ટીકાઓ કંદલી, કિરણાવલી વગેરેએ જ કારણોના ત્રણ પ્રકારની માન્યતા દાખલ કરી છે. અને પછી તો ત્યાર બાદના બધા જ ન્યાયશેષિક ગ્રંથમાં આ ત્રણ પ્રકારો ગણાવવામાં આવ્યા છે અને તેમની વ્યાખ્યાઓ પણ બાંધવામાં આવી છે.
કારણસામગ્રી કારણોનો સમુદાય કારણસામગ્રી કહેવાય. કારણસામગ્રી સંપૂર્ણ હોય તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. જે તે સંપૂર્ણ ન હોય અને તેનો એક પણ અંશ ખૂટતો હોય તો કાર્યોપત્તિમાં બાધા આવે છે. ઉદાહરણર્થ, ઘડાની ઉત્પત્તિ માટે જરૂરી પૂર્ણ સામગ્રી માટી, પાણી, દંડ, ચક્ર, કુંભાર, વગેરે (અને તેમના સમુચિત વ્યાપા) મળીને બને છે. આમાંથી એક પણ અંગ ખૂટતું હોય તો તે કારણસામગ્રી અપૂર્ણ યા વિલ કહેવાય છે અને ઘટોત્પત્તિ થતી નથી. કારણ ઉપરથી કાર્યનું અનુમાન થઈ શકે છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે “કારણુંશબ્દથી સંપૂર્ણ કારણસામગ્રી અર્થ અભિપ્રેત હોય છે.
એકકાર્ય–બહુકારણવાદને (Plurality of
Causes) પ્રતિકાર એક જાતનું કાર્ય જુદે જુદે વખતે જુદી જુદી જાતનાં કારણોથી (જુદી જુદી જાતની કારણસામગ્રીથી) ઉત્પન્ન થઈ શકે કે નહિ? દેખીતી રીતે તો એક જાતનું