________________
અધ્યયન ૯
કારણવાદ
પીઠિકા
કારણવાદ પ્રત્યેક ભારતીય દર્શનનું હાર્દ પ્રગટ કરે છે. દરેક દર્શનની સતના સ્વરૂપ વિશેની માન્યતાને તેના કારણવાદ સાથે ગાઢ સંબંધ છે. એટલે, દરેક દર્શનના કારણવાદને બરાબર સમજો અત્યંત જરૂરી છે. કારણ અને કાર્યનો ભેદ છે કે અભેદ ? અર્થાત તે બંનેનું સત્ત્વ (essence) એક જ છે કે જુદું ? જે બંનેનું સર્વ જુદું હોય તે તેમની વચ્ચે આટલે ગાઢ નિયત સંબંધ કેમ છે જે બંનેનું સત્વ એક જ હોય તો કારણ તે સત્વને કાર્યમાં કેવી રીતે સક્રાન્ત કરે છે. કાર્ય ઉત્પન્ન થતાં કારણ નાશ પામે છે કે નહિ ? ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં હોય છે કે નહિ ? – આ બધા પ્રશ્નોને વિચાર દરેક ભારતીય દર્શન પોતાની આગવી રીતે કરે છે.
સાંખ્યદર્શનને મતે કારણુ અને કાર્યને અભેદ છે. અર્થાત્ કારણને સર્વથી કાર્યનું સત્વ ભિન્ન નથી. ચૂર્ણ, પિંડ, કપાલ, ઘટ, વગેરે મૃદ્ધવ્યના વિકાર, આકારો યા અવસ્થાઓ છે અને આ વિકાર, આકારો યા અવસ્થાઓ જ મૃદ્ધવ્યનાં કાર્યો છે. આ બધા વિકારોને ધર્મો ગણવામાં આવે છે અને તે બધા મૃદ્ધરૂપ ધમના ધર્મો છે. સાંખ્ય અનુસાર ધર્મો ધમીથી ભિન્ન નથી. આ દષ્ટિએ સાંપે કાર્યને કારણથી અભિન્ન ગણે છે. સાંખ્ય પ્રમાણે કાર્ય ઉત્પત્તિ પહેલાં પોતાના કારણમાં ઉપાદાનકારણમાં—અવ્યક્ત અવસ્થામાં હોય છે. ઘટ કપાલમાં કદીય રહેતો નથી. જેમ ઘટમૃદ્ધવ્યનો વિકાર યા ધર્મ છે તેમ કપાલ પણ મૃદ્રવ્યનો વિકાર યા ધર્મ છે. એ બંને ધર્મો મૃદ્ધવ્યરૂપ ઉપાદાનકારણમાં એક સાથે રહે છે, અલબત્ત બંને એક સાથે વ્યકત થતા નથી પણ નિયત ક્રમથી જ વ્યક્ત થાય છે તેમ જ વ્યક્ત થવા માટે સહકારિતારણાની અપેક્ષા પણ રાખે છે. ઉત્પત્તિ પહેલાં ધટ કપાલમાં હોય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે એક વિકાર યા ધર્મ બીજા વિકાર યા ધર્મમાં રહેતા નથી પરંતુ બંને વિકારે યા ધર્મો ધ્રુવ ધમમાં (દ્રવ્યમાં રહે છે. આમ ખરેખર ઘટનું ઉપાદાનકારણ કપાલ નથી પણ મૃદ્દ છે જે કપાલનું પણ ઉપાદાનકારણ છે અને જ્યારે