________________
૧૧૧
વડ્ઝ ન
ઘટ વગેરે દ્રવ્યેાની અંદર પ્રવેશી શકે એટલા માટે તે ઘટ વગેરે દ્રવ્યાનુ પરમાણુઓમાં વિઘટન માનવું અનિવાય` નથી.૧૬
વૈશેષિકના ઉત્તર
મૈયાયિકે ઊઠાવેલા વાંધાઓના વૈશેષિકે આપલા ઉત્તરા આ પ્રમાણે છે : (૧) ભઠ્ઠીમાં છિદ્ર વાટે જોઈ રહેલાને ઘંટનુ વિટન જણાતું નથી અને તેને તે જ ઘટ જણાય છે કારણ કે ઘટ, આદિ કાય દ્રબ્યોને વિનાશ તેમ જ તેમની પુનઃ ઉત્પત્તિ ક્રમશઃ થાય છે. અગ્નિસ યાગથી કાચા ઘટના નાશ દ્વષણુક, ઋણુક આદિ ક્રમે થાય છે. ચણુક, ઋણુક, વગેરેના નાશની પરંપરાથી બહુ સમય પછી કાચા ઘટને નાશ થાય છે. જ્યાં સુધી તેને નાશ ન થાય ત્યાં સુધી તેા તેનું પ્રત્યક્ષ થાય જ. વળી, એક બાજુ એક અગ્નિસ યાગથી નાશની આ પ્રક્રિયા શરૂ. થાય છે જ્યારે બીજી બાજુ ખીન્ન અગ્નિસ યાગથી પાકજ ગુણે! જેમનામાં ઉત્પન્ન થયા છે તે પરમાણુ ચણુક, ઋણુક વગેરે ક્રમે નવીન ઘટની ઉત્પતિ શરૂ કરી દે છે. આ કારણે ભઠ્ઠીમાં છિદ્ર વાટે જોનાંરને ધડાનુ વિટન જણાતું નથી અને એના એ જ ઘટને પાતે જોઈ રહ્યો છે એવું તેને લાગે છે.૧૭ (૨) ભટ્ટીમાં પકવવા મૂકેલા ધટને પાકવા પછી બહાર કાઢીને જોતાં આપણને આ પેલેા જ ઘટ છે' એવું પ્રત્યભિજ્ઞાન થાય છે તેનું કારણ એ નથી કે કાચો ધટ અને પાકા ઘટ એક જ છે પરંતુ એ છે કે તે એ જુદા જુદા ઘટ વચ્ચે અત્યંત સાદશ્ય છે, જેમ કે દીવાની જ્યાત પ્રતિક્ષણ જુદી જુદી હોવા છતાં આ તે જ જવાળા છે' એવું પ્રત્યભિજ્ઞાન તે જવાળાઓના અત્યંત સાદૃશ્યને કારણે થાય છે.૧૮ (૩) (૧)માં કાચા ઘડાના નાશનેા અને પાકા ઘડાની ઉત્પત્તિને જે ક્રમ આપ્યા છે તેનાથી જ આને ખુલાસા થઈ જાય છે.૧૭ (૪) જેટલા અવયવા કાચા ઘટના ઉત્પાદક હોય છે તેટલા જ અવયવેા પાકા ઘટના ઉત્પાદક હેાય છે, એટલે જ નવા અવયવીનાં પરિમાણ અને આકાર પહેલા અવયવીનાં પરિમાણ અને આકાર જેવાં જ હાય છે.૧૯ (૫) કાચા ધટ અને પાકા ઘટનાં પિરમાણુ, આકાર અને સ્થિતિ એક લાગે છે એટલે તે બે જુદા ઘટ નથી પણ એક જ છે એવું કહેનાર નૈયાયિકની વાત બરાબર નથી એમ વૈશેષિક નૈયાયિકસમત— વૈશેષિકસંમત પણ—એક દાખલા ટાંકી પુરવાર કરે છે. નૈયાયિકને મતે જ્યારે સાયની અણીથી ધડામાંથી ત્રણચાર ઋણુક ખેરવી નાંખવામાં આવે છે ત્યારે તે ઘડો તેના તે જ રહેતા નથી પરંતુ નાશ પામી તેની જગ્યાએ ખો નવા જ ધડા પેદા થાય છે તેમ છતાં તે એ ધડાનાં પરિણ, આકાર અને સ્થિતિમાં આપણને કોઈ ફેરફાર જણાતા નથી. સાયની અણીથી ત્રણચાર