________________
અધ્યયન ૭
પાક
પ્રાસ્તાવિક આપણે પાર્થિવ પરમાણુઓનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાકજ છે એવું જણાવ્યું છે. આનો અર્થ એ કે પાર્થિવ પરમાણુઓમાં એક રૂપમાંથી બીજા રૂપમાં, એક રસમાંથી બીજા રસમાં, એક ગંધમાંથી બીજા ગંધમાં અને એક સ્પર્શમાંથી બીજા સ્પર્શમાં પાક દ્વારા પરિવર્તન થાય છે. પણ આ પાક એ શું છે ? પાક એ એવો અગ્નિસંગ છે જેને કારણે પાર્થિવ પરમાણુમાં અગાઉનાં રૂપ વગેરે નાશ પામે છે અને તેમની જગાએ બીજા રૂપ વગેરે ઉત્પન્ન થાય છે. આવા અગ્નિસંયોગો પણ વિવિધ પ્રકારના હોય છે. તેથી જ પાર્થિવ પરમાણુઓમાં વિવિધ રૂ૫ વગેરે પેદા થાય છે અને પરિણામે આ પાર્થિવ પરમાણુઓમાંથી બનેલા પાર્થિવ અવયવીઓમાં વિવિધ રૂપ વગેરે આપણને જણાય. છે. અહીં કાર્ય ગુણો કારણગુણપૂર્વક છે એ નિયમ કામ કરે છે.
વૈશેષિકે અને તૈયાયિકે બંનેય એટલું તો સમાનપણે સ્વીકારે છે કે જ્યારે પાર્થિવ પરમાણુઓ કેઈ અવયવીના અવયવરૂપે ન હતાં સ્વતંત્ર છૂટા હોય છે ત્યારે પાક તે પાર્થિવ પરમાણુઓમાં થાય છે. પરંતુ પાર્થિવ અવયવીરૂપ કાર્ય-- દ્રવ્યમાં પાક થાય છે કે નહિ એ પ્રશ્ન પરત્વે વૈશેષિક અને નૈયાયિક વચ્ચે મતભેદ છે. વૈશેષિકને મને અહીં પણ પાક પરમાણુઓમાં (પીલુઓમાં) જ થાય. છે–અવયવીમાં નહિ. આથી ઊલટું, નૈયાયિકે માને છે કે અહીં તો પાક અવયવીમાં (પિઠરમાં જ થાય છે–પરમાણુઓમાં નહિ. આ કારણે વૈશેષિકને પીલુ પાકવાદી અને નેયાયિકને પિઠરપાકવાદી તરીકે ઓળખવામાં આવે છે.
પીલુ પાકવાદ વૈશેષિક અવયવીરૂપ પાર્થિવ વસ્તુમાં (દા. ત. ઘટમાં) પાક ન માનતાં તે અવયવીના સમવાયિકારણરૂપ ( material cause) અંત્ય અવયવો પાર્થિવ પરમાણુઓમાં જ પાક માને છે. આમ કેવી રીતે થાય છે તેને વશેષિક નીચે. પ્રમાણે સમજાવે છે. જ્યારે કેઈ પાર્થિવ અવયવી (દા. ત. કાચો ઘડો) અગ્નિના